Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!

Son Pari Tanvi Hegde ૯૦ના દાયકાના બાળકોના ફેવરિટ ચાઇલ્ડ આર્ટિસ્ટના જીવનમાં આવ્યો મોટો બદલાવ, ટીવી ઇન્ડસ્ટ્રી છોડીને મરાઠી સિનેમા અને ડિજિટલ સ્પેસમાં નસીબ અજમાવી રહી છે અભિનેત્રી

by Mayuri Jabar
Son Pari Tanvi Hegde  'સોન પરી' ની નાની 'ફ્રુટી' અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!

 

News Continuous Bureau | Mumbai

Son Pari Tanvi Hegde ૯૦ના દાયકાના આખરી વર્ષો અને વર્ષ ૨૦૦૦ની શરૂઆતમાં બાળપણ વિતાવનારા દરેક વ્યક્તિને સ્ટાર પ્લસનો પ્રખ્યાત કિડ્સ શો ‘સોન પરી’ (Son Pari) ચોક્કસપણે યાદ હશે. તે સમયે ઘરઘરમાં જાણીતું બનેલું પાત્ર એટલે માસૂમ અને ક્યૂટ ‘ફ્રુટી ખુરાના’ (Frooty Khurana). આ આઇકોનિક પાત્ર ભજવીને દેશભરના કરોડો બાળકોના દિલ જીતનારી ચાઇલ્ડ આર્ટિસ્ટ તન્વી હેગડે (Tanvi Hegde) લાંબા સમયથી હિન્દી ટીવી ઇન્ડસ્ટ્રી અને લાઈમલાઈટથી બિલકુલ દૂર છે. ચાહકો અવારનવાર સોશિયલ મીડિયા પર સર્ચ કરતા રહે છે કે તેમની વહાલી ફ્રુટી અત્યારે ક્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તન્વી હવે ૨૦૦૦ના દાયકાની નાની બાળકી નથી રહી, પરંતુ તે એક ખૂબ જ ગ્લેમરસ અને સુંદર યુવતી બની ગઈ છે અને તેના જીવનમાં મોટો કરિયર શિફ્ટ આવ્યો છે.

Son Pari Tanvi Hegde – માત્ર ૩ વર્ષની ઉંમરે શરૂ કરી હતી કરિયર, ૧૫૦ થી વધુ એડ ફિલ્મોમાં કર્યું હતું કામ

૧૧ નવેમ્બર ૧૯૯૧ના રોજ મુંબઈમાં જન્મેલી તન્વી હેગડેએ ખૂબ જ નાની ઉંમરે ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી કરી લીધી હતી. માત્ર ૩ વર્ષની ઉંમરે તેણે ‘રસના’ બેબી કોન્ટેસ્ટ જીત્યો હતો, ત્યારબાદ તેને જાહેરાતોની લાઈન લાગી ગઈ હતી. તન્વીએ પોતાના બાળપણમાં જિલેટ, કોકા-કોલા અને અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ માટે ૧૫૦ થી વધુ કોમર્શિયલ એડ ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ ૨૦૦૦ માં જ્યારે એકતા કપૂર અને સ્ટાર પ્લસ ‘સોન પરી’ શો લાવ્યા, ત્યારે ફ્રુટીના પાત્રે તેને રાતોરાત સુપરસ્ટાર ચાઇલ્ડ આર્ટિસ્ટ (Superstar Child Actor) બનાવી દીધી હતી. શોમાં સોન પરી (મૃણાલ કુલકર્ણી) અને અલ્તુ (અશોક લોખંડે) સાથેની તેની કેમિસ્ટ્રી સુપરહિટ રહી હતી.

Son Pari Tanvi Hegde – શાહરૂખ ખાન અને અજય દેવગન જેવા દિગ્ગજો સાથે ફિલ્મોમાં પણ દેખાઈ ચૂકી છે તન્વી

‘સોન પરી’ ની ભવ્ય સફળતા દરમિયાન અને તે પછી તન્વી હેગડેએ ટેલિવિઝન સિવાય બોલિવૂડની અનેક મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે અજય દેવગન અને કાજોલ સ્ટારર ફિલ્મ ‘રાજુ ચાચા’ (Raju Chacha), વાહ! લાઈફ હો તો એવી અને શક્તિ ધ પાવર જેવી ફિલ્મોમાં મહત્વના રોલમાં જોવા મળી હતી. આ સિવાય તે શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘મોહબ્બતેં’ ના (Mohabbatein) લોકપ્રિય ગીત ‘પૈરોં મેં બંધન હૈ’ માં પણ એક નાની બાળકી તરીકે ડાન્સ કરતી જોવા મળી હતી. જો કે, જેમ જેમ તે મોટી થતી ગઈ, તેમ તેમ તેણે અભ્યાસ પૂર્ણ કરવા માટે હિન્દી ફિલ્મ જગતમાંથી લાંબો બ્રેક લીધો હતો.

Son Pari Tanvi Hegde – હિન્દી ઇન્ડસ્ટ્રીથી કેમ બનાવી દૂરી? હાલમાં મરાઠી સિનેમામાં કરી રહી છે કામ

ઘણા ચાઇલ્ડ આર્ટિસ્ટ્સની જેમ મોટો થયા પછી હિન્દી સિનેમામાં મુખ્ય અભિનેત્રી તરીકે રી-એન્ટ્રી કરવી તન્વી માટે એટલી સરળ નહોતી. હિન્દી પ્લેટફોર્મ પર યોગ્ય તક ન મળવાના કારણે તન્વીએ પ્રાદેશિક સિનેમા તરફ પ્રયાણ કર્યું હતું. તેણે ‘ધૂન મરાઠી’, ‘અથંગ’ અને ‘શિવા’ જેવી મરાઠી ફિલ્મોમાં (Marathi Cinema) અભિનેત્રી તરીકે કામ કર્યું છે. હાલમાં તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે, જ્યાં તે અવારનવાર પોતાના બોલ્ડ અને મોર્ડન ફોટોશૂટ શેર કરતી રહે છે. તન્વીએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે આજે પણ એક્ટિંગને જ પોતાનો પહેલો પ્રેમ માને છે અને ભવિષ્યમાં કોઈ સારો વેબ સીરીઝ કે ઓટીટી (OTT) પ્રોજેક્ટ મળશે તો તે ચોક્કસપણે હિન્દી સ્ક્રીન પર વાપસી કરશે.

👉 આ સમાચાર વાચો:
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More