Site icon

સોનમ કપૂરના ઘરે થયેલી ચોરી ના મામલામાં આ લોકોની થઇ ધરપકડ, લૂંટ્યો હતો કરોડોનો માલ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના (Sonam Kapoor) સાસરિયાંમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. તાજેતરમાં, સમાચાર આવ્યા હતા કે અભિનેત્રીના દિલ્હીના(Delhi) ઘરેથી 2.4 કરોડ રૂપિયાની રોકડ અને દાગીનાની ચોરી થઈ છે અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. હવે આ ચોર પોલીસના કબજા માં આવી ગયો છે. આ ચોરી ફેબ્રુઆરીમાં (February)નર્સ અને તેના પતિએ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ નર્સને સોનમ કપૂરની સાસુની સંભાળ રાખવા માટે રાખવામાં આવી હતી.

Join Our WhatsApp Community

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ (Crime branch)અને નવી દિલ્હી જિલ્લા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ કેસનો ઉકેલ લાવ્યો હતો. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અને નવી દિલ્હી જિલ્લા પોલીસની સંયુક્ત ઓપરેશન ટીમે આરોપીની ધરપકડ (Arrest)કરી હતી. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે અપર્ણા રૂથ વિલ્સન સોનમ કપૂરની (Sonam Kapoor) સાસુનું ધ્યાન રાખતી હતી અને તેનો પતિ નરેશ કુમાર સાગર શકરપુરમાં એક ખાનગી ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.પોલીસે જણાવ્યું કે ચોરી 11 ફેબ્રુઆરીએ થઈ હતી અને 23 ફેબ્રુઆરીએ તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેણે કહ્યું કે આ કેસમાં ફરિયાદી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાના ઘરના મેનેજર(Manager) હતા. આ ઘરમાં 20 થી વધુ લોકો કામ કરે છે.

આ સમાચાર પણ વાંચો : શું ફરી બદલાઈ ગઈ રણબીર અને આલિયાના લગ્ન ની તારીખ? ભાઈ રાહુલ ભટ્ટે કહ્યું કે હવે આ દિવસે લેશે સાત ફેરા; જાણો વિગત

સોનમ કપૂર (Sonam Kapoor) અને તેના પતિના મેનેજરે ફરિયાદ કરી હતી કે તેમના ઘરમાંથી 2.4 કરોડ રૂપિયાની રોકડ અને ઘરેણાંની(Jewelry)ચોરી થઈ છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસએ કહ્યું હતું કે દંપતીને 11 ફેબ્રુઆરીએ ચોરીની જાણ થઈ હતી, પરંતુ તેઓએ 23 ફેબ્રુઆરીએ પોલીસને ફરિયાદ કરી હતી.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિલ્હી પોલીસની ક્રાઈમ(crime branch) બ્રાન્ચે નવી દિલ્હી(Delhi) જિલ્લાની સ્પેશિયલ સ્ટાફ બ્રાન્ચની ટીમ સાથે મંગળવારે રાત્રે સરિતા વિહારમાં દરોડા પડ્યા હતા..ત્યાંથી તેઓએ નર્સ વિલ્સન અને તેના પતિ બંનેની ધરપકડ કરી હતી. બંનેની ઉંમર 31 વર્ષ છે. સૂત્રોએ જણાવ્યું કે, હજુ સુધી ચોરીના દાગીના અને રોકડ રિકવર કરવામાં આવી નથી.

 

TRP Report Week 43: ‘અનુપમા’એ જાળવી લીધી ટોચની ગાદી, પરંતુ ‘તુલસી’એ આપી કડક ટક્કર! જાણો ટોપ 5માં કયા શોઝ છે
120 Bahadur Trailer Release: ‘120 બહાદુર’નું ટ્રેલર જોયું? દર્શકો બોલ્યા – ‘બ્લોકબસ્ટરની તૈયારી!’ જુઓ અહીં.
Rashmika Mandanna and Vijay Deverakonda: ફાઇનલી કન્ફર્મ! રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા ની લગ્ન ની તારીખ નો થયો ખુલાસો, ઉદયપુરમાં કરશે ગ્રાન્ડ વેડિંગ!
Neil Bhatt and Aishwarya Sharma: મનોરંજન જગતમાં મોટો આંચકો,નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ છૂટાછેડાની અરજી કરી, ચાર વર્ષના લગ્નજીવનનો અંત!
Exit mobile version