Site icon News Continuous Bureau | Mumbai

Sonam Khan: એક ભૂલ અને બરબાદ થઈ ગયું કરિયર: જાણો કેમ અંડરવર્લ્ડના ભયથી રાતોરાત દેશ છોડી ભાગવું પડ્યું હતું સોનમ ખાનને

Sonam Khan: ‘ઓયે ઓયે’ ગર્લ ફરી ચર્ચામાં; અબુ સાલેમની ધમકીઓ અને રાજીવ રાય સાથેના છૂટાછેડા બાદ અભિનેત્રીએ એકલા હાથે પુત્રને ઉછેર્યો.

Sonam Khan's Dramatic Life: From 'Oye Oye' fame to underworld threats and leaving Bollywood at 19

Sonam Khan's Dramatic Life: From 'Oye Oye' fame to underworld threats and leaving Bollywood at 19

News Continuous Bureau | Mumbai

Sonam Khan: 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી સોનમ ખાન હાલમાં ફિલ્મ ‘ધુરંધર: ધ રિવિંજ’  ને કારણે ફરી લાઈમલાઈટમાં આવી છે. આ ફિલ્મમાં તેમનું આઇકોનિક ગીત ‘ઓયે ઓયે તિરછી ટોપી વાલે’ ફરીથી ઉપયોગમાં લેવાયું છે. આ ગીતે માત્ર જૂની યાદો જ તાજી નથી કરી, પરંતુ સોનમની જિંદગીના એવા પાસાઓ તરફ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જે ફિલ્મો કરતા પણ વધુ ડ્રામેટિક રહ્યા છે. માત્ર 14 વર્ષની ઉંમરે કરિયર શરૂ કરનાર સોનમને આજે માત્ર એક જ અફસોસ છે – ઇન્ડસ્ટ્રી છોડવાનો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર

કરિયરની ઊંચાઈ પર 19 વર્ષની ઉંમરે લગ્ન અને વિદાય

સોનમ ખાન જ્યારે બોલિવૂડમાં સફળતાના શિખરે હતી, ત્યારે તેણે માત્ર 19 વર્ષની ઉંમરે ફિલ્મ પ્રોડ્યુસર રાજીવ રાય સાથે લગ્ન કરી લીધા હતા. બંનેની મુલાકાત ફિલ્મ ‘ત્રિદેવ’ ના સેટ પર થઈ હતી. લગ્ન બાદ સોનમે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું અને પતિ સાથે વિદેશમાં સ્થાયી થઈ ગઈ. રાજીવ અને સોનમનો એક પુત્ર ગૌરવ પણ છે. જોકે, લગ્નના 6 વર્ષ બાદ જ તેને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો.


અહેવાલો અનુસાર, રાજીવ રાયનું અંડરવર્લ્ડ અને ખાસ કરીને ડોન અબુ સાલેમ સાથે કનેક્શન હોવાની ચર્ચાઓ જાગી હતી. રાજીવ પર હુમલાના પ્રયાસો પણ થયા હતા, જેના કારણે તેણે મુંબઈ છોડવાનો નિર્ણય લીધો હતો. તેઓ બ્રિટન જઈને વસી ગયા, પરંતુ સોનમ ત્યાં રહેવા તૈયાર નહોતી. અંતે રાજીવ અને સોનમના છૂટાછેડા થઈ ગયા અને સોનમ પોતાના પુત્ર ગૌરવ સાથે મુંબઈ પરત આવી ગઈ. સોનમે એકલા હાથે પોતાના દીકરાને મોટો કર્યો અને વર્ષો સુધી શોબિઝથી દૂર રહી.વર્ષો સુધી એકલવાયું જીવન વિતાવ્યા બાદ, સોનમને 2017માં ફરી નવો હમસફર મળ્યો. તેણે મુરલી નામના વ્યક્તિ સાથે ઉટીમાં બીજી વાર લગ્ન કર્યા. આ લગ્નમાં સોનમનો પુત્ર ગૌરવ પણ સામેલ થયો હતો, જે ત્યારે 25 વર્ષનો થઈ ચૂક્યો હતો. આજે 53 વર્ષની ઉંમરે પણ સોનમ એટલી જ ગ્લેમરસ અને સુંદર લાગે છે. તે હાલમાં મુંબઈમાં જ સેટલ છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version