Site icon

‘તારક મહેતા….’ શોમાં થશે નવી એન્ટ્રી, આ ગ્લૅમરસ અભિનેત્રીને જોઈ દર્શકો ભૂલી જશે દયાબહેનને; જાણો કોણ છે તે અભિનેત્રી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો છેલ્લા ઘણા સમયથી દયાબહેનની રાહ જોઈ રહ્યા છે. કૉમેડી શોમાં દયાબહેનની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી દિશા વાકાણી ઘણા લાંબા સમયથી શોથી બહાર છે, પરંતુ હજી પણ તેના પરત આવવાની અટકળો ચાલી રહી છે. એ જ સમયે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના નિર્માતાઓએ શોમાં ગ્લૅમરસ તડકો ઉમેરવાનું નક્કી કર્યું છે.

 

શોના નિર્માતા અસિતકુમાર મોદી હવે શોમાં નવીનતા લાવવા માટે નવી એન્ટ્રી પર વિચાર કરી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, શોના નિર્માતા અસિત મોદીએ શોમાં મસાલા કન્ટેન્ટ વધારવા માટે આ પગલું ભર્યું છે. આ માટે તે શોમાં નવા કિરદારની એન્ટ્રી કરાવવા જઈ રહ્યા છે. રિપૉર્ટ મુજબ 'પરમાવતાર શ્રીકૃષ્ણ'થી ઓળખ મેળવનારી અભિનેત્રી સોની પટેલ હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં એન્ટ્રી કરવાની છે. 

 

સમાચારો અનુસાર આ નવી અભિનેત્રીની એન્ટ્રી થતાં જ આ શોમાં એક રોમાંચક ટ્વિસ્ટ પણ આવવા જઈ રહ્યો છે. આમ જોઈએ તો તારક મહેતા…શોમાં સોની પટેલની એન્ટ્રી દર્શકોને પાક્કું નવું મસાલેદાર મનોરંજન કરશે.

 શું ખરેખર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના અભિનેતા નટુકાકા પાસે હવે કામ નથી?  જાણો શું છે સચ્ચાઈ

આ નવા પાત્ર વિશે વાત કરવામાં આવે તો, હાલ આગામી એપિસોડના તાણાવાણા કાળાબજારીને લઈને તૈયાર થઈ રહ્યા છે. એવામાં આસિત મોદી શોમાં નવી અભિનેત્રી લાવવાના છે. એવું બની શકે કે આ અભિનેત્રી પોપટલાલની પત્ની બનીને એન્ટ્રી લે. એ પણ બની શકે કે તે કોઈ વેપારી બનીને સામે આવે.

The Bads of Bollywood: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં સમય રૈનાની ટી-શર્ટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન, શું આર્યન ની કરી ટીકા?
Aryan Khan Rumoured Girlfriend: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ના પ્રીમિયર માં છવાઈ લારિસા બોનેસી, આર્યન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ એ લૂંટી લાઈમલાઈટ
The Bads Of Bollywood: આર્યન ખાન ની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં હાજર રહ્યો અંબાણી પરિવાર, રાધિકા ની ક્યૂટ સ્માઈલ એ જીત્યા ચાહકો ના દિલ
The Bads Of Bollywood: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં આર્યન ખાને કર્યું શાહરુખ માટે આવું કામ, પાછળ જોતી રહી ગઈ ગૌરી ખાન, જુઓ પિતા-પુત્ર ના પળ નો વિડીયો
Exit mobile version