Site icon News Continuous Bureau | Mumbai

Sonu nigam: સોનુ નિગમે રાજસ્થાનના સીએમ પર સાધ્યું નિશાન, વિડીયો પોસ્ટ કરી દેશ ના રાજનેતાઓ ને કર્યું આવું નિવેદન

Sonu nigam: સોનુ નિગમ એ બોલિવૂડ નો ઉત્તમ ગાયક છે. તાજેતર માં સોનુ નિગમે રાજસ્થાન ના જયપુર માં એક કોન્સર્ટ કર્યો હતો જેમાં ઘણા રાજનેતા પણ ઉપસ્થિત હતા હવે સોનુ નિગમે તેના સોશિયલ મીડિયા પર આ કોન્સર્ટ એન લઈને એક વિડીયો પોસ્ટ કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે.

News Continuous Bureau | Mumbai

Sonu nigam: સોનુ નિગમ એ બોલિવૂડ નો ઉત્તમ ગાયક છે. તાજેતર માં સોનુ નિગમે રાજસ્થાન ના જયપુર માં એક કોન્સર્ટ કર્યો હતો જેમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને ઘણા રાજનેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન સોનુ એ પોતાના ગીતો દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું મનોરંજન કર્યું હતું હવે સોનુ નિગમે તેના સોશિયલ મીડિયા પર આ કોન્સર્ટ ને લઈને એક વિડીયો પોસ્ટ કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kareena kapoor: રણબીર-આલિયા કે રણવીર-દીપિકા નહીં પરંતુ બોલિવૂડ નું આ કપલ છે કરીના કપૂર નું ફેવરિટ, જાણો કોણ છે તે

સોનુ નિગમે દેશ ના રાજનેતાઓ ને કર્યું નિવેદન 

સોનુ નિગમે તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, ”હું જયપુરમાં આયોજિત રાઇઝિંગ રાજસ્થાન શોમાંથી પરત ફરી રહ્યો છું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નેતાઓ અને અનેક પ્રતિનિધિઓ આવ્યા હતા. શોની વચ્ચે મેં જોયું કે સીએમ અને અન્ય નેતાઓ ત્યાંથી ઉભા થઈ ગયા. ‘હું તમામ નેતાઓને વિનંતી કરું છું કે આવું ન કરો. મેં ક્યારેય ચીફ ગેસ્ટને શોની વચ્ચે ઉભા થતા અને જતા જોયા નથી. હું તમને વિનંતી કરું છું કે જો તમારે શોની વચ્ચે જ જવાનું હોય તો મહેરબાની કરીને આવશો નહીં. અથવા શો શરૂ થાય તે પહેલાં છોડી દો. કોઈ પણ કલાકારનો શો અધવચ્ચે છોડી દેવો યોગ્ય નથી.’


સોનુ નિગમે આગળ કહ્યું, ‘મને ઘણા લોકો તરફથી સંદેશો મળ્યો કે જ્યાં કલાની પ્રશંસા ન થતી હોય એવા શો ન કરવા જોઈએ. હું જાણું છું કે તમારી પાસે ઘણું કામ છે. તેથી, શો શરૂ થાય તે પહેલાં હું તમને બધાને નમ્રતાપૂર્વક વિનંતિ કરું છું.ભારતના તમામ આદરણીય રાજનેતાઓને નમ્ર વિનંતી છે કે જો તમારે અચાનક અધવચ્ચેથી નીકળી જવું પડે, તો કૃપા કરીને કોઈપણ કલાકારના પરફોર્મન્સમાં હાજરી ન આપો. આ કલા, કલાકારો અને માતા સરસ્વતીનો અનાદર છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Amitabh Bachchan KBC 18 Hosting બિગ બીની આંખો ભીની થઈ ‘KBC 18’ના સ્પર્ધકોની સંઘર્ષગાથાથી હચમચી ગયા અમિતાભ, બ્લોગમાં ખોલ્યું મનનું દર્દ
Rajpal Yadav Cheque Bounce Case જેલવાસથી બચવા રાજપાલ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ કોર્ટે નોટિસ ફટકારી પરંતુ વચગાળાની રાહત માટે Rs 5 કરોડની શરત મૂકી..
CM Yogi Meets Hanuman Ansh Team સીએમ યોગી આદિત્યનાથને મળી ‘હનુમાન અંશ’ની ટીમ નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ જોઈ મુખ્યમંત્રીએ કર્યા ભરપૂર વખાણ
Exit mobile version