Site icon News Continuous Bureau | Mumbai

Sooraj Barjatya Daughter Reception: બરજાત્યાના આંગણે સિતારાઓની રેલમછેલ! દીકરીના રિસેપ્શનમાં સલમાન-આમિરની એન્ટ્રીએ લૂંટી લીધી લાઈમલાઈટ.

Sooraj Barjatya Daughter Reception: મુંબઈમાં યોજાયેલા ભવ્ય ફંક્શનમાં ‘પ્રેમ’ ની એન્ટ્રી: રાની મુખર્જી અને વિકી કૌશલ સહિત બોલિવૂડના માંધાતાઓએ નવદંપતીને આપ્યા આશીર્વાદ.

Sooraj Barjatya’s Daughter Isha’s Wedding Reception: Salman Khan, Aamir Khan, and Rekha Greet the Couple

Sooraj Barjatya’s Daughter Isha’s Wedding Reception: Salman Khan, Aamir Khan, and Rekha Greet the Couple

News Continuous Bureau | Mumbai

Sooraj Barjatya Daughter Reception: ‘હમ સાથ સાથ હૈ’ અને ‘હમ આપકે હૈ કૌન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર દિગ્ગજ ડાયરેક્ટર સૂરજ બરજાત્યાના ઘરે અત્યારે ખુશીનો માહોલ છે. સૂરજ બરજાત્યાની પુત્રી ઈશા બરજાત્યાનું વેડિંગ રિસેપ્શન મુંબઈમાં યોજાયું હતું. આ ખાસ પ્રસંગે બોલિવૂડના તમામ મોટા સિતારાઓ ઉમટી પડ્યા હતા. સૂરજ બરજાત્યાના ખાસ મિત્ર અને તેમના ફેવરિટ ‘પ્રેમ’ એટલે કે સલમાન ખાન  પણ આ રિસેપ્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા.આ ભવ્ય પાર્ટીની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં સલમાન ખાન ઉપરાંત આમિર ખાન, રાની મુખર્જી  જેવા સ્ટાર્સે હાજર રહીને દીકરી અને જમાઈને સુખી જીવનના આશીર્વાદ આપ્યા હતા. રાજશ્રી પ્રોડક્શન્સ સાથે જોડાયેલા જૂના અને નવા કલાકારોએ આ સાંજને યાદગાર બનાવી દીધી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા

કડક સુરક્ષા વચ્ચે સલમાન ખાનની રોયલ એન્ટ્રી

સલમાન ખાન કડક સુરક્ષા  વચ્ચે આ પાર્ટીમાં પહોંચ્યા હતા. સલમાન બ્લુ શર્ટ, મેચિંગ બ્લેઝર અને ટ્રાઉઝરમાં ખૂબ જ હેન્ડસમ લાગતા હતા. તેમણે બ્લેક ટાઈ અને મેચિંગ શૂઝ સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો. પેપરાઝી  સમક્ષ પોઝ આપતી વખતે સલમાનના ચહેરા પર જૂના મિત્ર સૂરજ બરજાત્યા માટેની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. સલમાન અને સૂરજની જોડીએ હિન્દી સિનેમાને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે.


આમિર ખાન આ રિસેપ્શનમાં તેમના પુત્ર જુનૈદ ખાન સાથે પહોંચ્યા હતા. પિતા-પુત્રની આ જોડીએ કેમેરા સામે હસતા મુખે પોઝ આપ્યા હતા. આમિરે ડાર્ક સૂટ પહેર્યો હતો, જ્યારે જુનૈદે પરંપરાગત  લુક પસંદ કર્યો હતો અને બ્લુ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. 


આ પાર્ટીમાં રાની મુખર્જી વ્હાઈટ અને ડાર્ક ગ્રીન કલરના સૂટમાં ખૂબ જ ગ્રેસફુલ લાગતી હતી.વિકી કૌશલ પણ તેના પિતા શ્યામ કૌશલ સાથે આ ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. 


આ સિવાય તબ્બુ, સોનુ સૂદ, રાજકુમાર હિરાણી, જેકી શ્રોફ, સની દેઓલ, બોની કપૂર અને ‘તારક મહેતા…’ ફેમ દિલીપ જોશી જેવા અનેક કલાકારો આ જશ્નમાં સામેલ થયા હતા. સૂરજ બરજાત્યાની ફિલ્મોની જેમ જ આ રિસેપ્શન પણ સંપૂર્ણપણે પારિવારિક અને ભવ્ય રહ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version