Site icon

સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ

News Continuous Bureau | Mumbai

સાઉથની લોકપ્રિય અભિનેત્રી મહાલક્ષ્‍મી (Mahalakshmi) અને નિર્માતા રવિન્દ્ર ચંદ્રશેકરન(Ravindar Chandrasekaran) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ પોતાના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં પારંપરિક રીત રિવાજ(Traditional customs)થી લગ્ન કર્યા છે. મહત્વનું છે કે મહાલક્ષ્‍મીના આ બીજા લગ્ન છે. પ્રથમ લગ્ન અનિલ સાથે થયા હતા અને તેમને એક પુત્ર પણ છે.જોકે પછી બન્ને વચ્ચે તલાક થયા હતા. 

Join Our WhatsApp Community

 

બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ(Instagram) એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી છે. મહાલક્ષ્મીએ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે કે  "હું ભાગ્યશાળી છું કે તમે મારા જીવનમાં છો. તમે મારા જીવનને પ્રેમથી ભરી દીધું..લવ યુ અમ્મુ.”

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર ગુજરાતમાં- કચ્છનું રણ દરિયામાં ફેરવાયું- જુઓ વિડિયો 

રવિન્દ્ર અને મહાલક્ષ્મીની આ આ તસવીરો સામે આવ્યા બાદ લોકોની પ્રતિક્રિયા(reaction)ઓ પણ આવવા લાગી છે. ઘણા લોકો આ નવા કપલને તેમના લગ્ન માટે અભિનંદન(best wishes) આપી રહ્યા છે. ત્યાં કેટલાકને અભિનેત્રીના અચાનક આવી રીતે લગ્ન કરવા પર વિશ્વાસ નથી. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “સીરિયસલી.. શું આ કોઇ સીરિયલનો પ્રોમો છે?” જ્યારે એકે લખ્યું, “આ કેવી રીતે શક્ય બની શકે? અન્ય યુઝરે લખ્યું, ‘આશા છે કે આ માત્ર એક ફિલ્મ હશે.’ આ ઉપરાંત તસવીરો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. 

ઉલ્લેખનીય છે કે કન્નડ અભિનેત્રી(Kannad Actress) મહાલક્ષ્‍મીએ વાણી રાની જેવી ધારાવાહિકોમાં મુખ્ય અને પ્રમુખ રોલ ભજવ્યો છે. અભિનેત્રીને ચેલ્લાયમ, ઓફિસ, અરસી, થિરુ, મંગલમ, યામિરુક્કા બયામેન અને કેલાડી કનમતી માટે પણ ઓળખાય છે. તો રવીન્દ્ર ચંદ્રશેખરન નિર્માતા છે. તેણે 'નલનમ નંદિનિયમ', 'સુત્તા કઢાઈ', 'નટપુના એન્નાનુ થેરીયુમા', 'મુરુંગકાઈ ચિપ્સ' જેવી ફિલ્મો બનાવી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મનસે કાર્યકરોની ગુંડાગીરી- દુકાન સામે થાંભલો ન લગાવવા દેતા મહિલાને ધક્કા મારીને નીચે પાડી- જુઓ વિડીયો

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version