Site icon

‘દશહરા’ સ્ટાર નાની ને હતો શ્રીદેવી પર ક્રશ, હજુ પણ જુએ છે તેની ફિલ્મો

સાઉથની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘દશહરા’ હાલમાં સમાચારોમાં છે અને ફિલ્મ નો સ્ટાર નાની પણ લાઈમલાઈટમાં છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેને તેના ક્રશ વિશે પૂછવામાં આવ્યું તો અભિનેતાએ ચોંકાવનારો જવાબ આપ્યો.

south star nani wanted to date sridevi actor still watches actress films

‘દશહરા’ સ્ટાર નાની ને હતો શ્રીદેવી પર ક્રશ, હજુ પણ જુએ છે તેની ફિલ્મો

News Continuous Bureau | Mumbai

શ્રીદેવી હિન્દી સિનેમાની એક એવી જ સુરસ્ટાર છે, જેમની ફેન ફોલોઈંગ દેશ ઉપરાંત વિદેશમાં પણ છે. ભલે અભિનેત્રી આજે આપણી વચ્ચે નથી, પરંતુ આજે પણ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. ચાહકો આજે પણ તેમને યાદ કરે છે અને તેમની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. હાલમાં જ એક સાઉથ સ્ટારે ખુલાસો કર્યો છે કે તેને એક સમયે શ્રીદેવી પર ક્રશ હતો અને તેને ડેટ કરવા માંગતો હતો.

Join Our WhatsApp Community

 

સાઉથ સ્ટાર નાની એ તેના ક્રશ વિશે જણાવ્યું 

સાઉથની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘દશહરા’ હાલમાં સમાચારોમાં છે અને ફિલ્મની સ્ટાર નાની પણ લાઈમલાઈટમાં છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેને તેના ક્રશ વિશે પૂછવામાં આવ્યું તો અભિનેતાએ ચોંકાવનારો જવાબ આપ્યો. તેણે કહ્યું, ‘મારી ડ્રીમ ડેટ હંમેશાથી શ્રીદેવી મેડમ રહી છે, પરંતુ કમનસીબે તે આજે હયાત નથી. હું મોટો થયો ત્યારથી શ્રીદેવીનો ખૂબ જ મોટો ફેન રહ્યો છું. હું હજુ પણ તેનો મોટો પ્રશંસક છું. આજે પણ મને ‘ક્ષણા ક્ષણમ’ ફિલ્મ જોયા પછી અવાસ્તવિક લાગે છે.

 

શું છે ‘દશહરા’ ની વાર્તા 

‘દશહરા ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, તેની વાર્તા સિંગરેની સ્થિત કોલસાની ખાણોના આર્થિક, સામાજિક, રાજકીય અને સત્તા સંઘર્ષ પર આધારિત છે. આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જોરદાર છે. ટ્રેલર જોયા બાદ ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના ઘણી વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થઈ રહી છે.

Haq Got UA Certificate: યામી ગૌતમ અને ઇમરાન હાશમીની ‘હક’ ફિલ્મ થઇ સેન્સર બોર્ડ માં પાસ, કોઈ પણ કટ વગર મળી મંજૂરી
Rashmika Mandanna: રશ્મિકા મંદાના એ પહેલીવાર ફ્લોન્ટ કરી પોતાની એંગેજમેન્ટ રિંગ, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ
Delhi Crime 3 Trailer Out: ફરી એકવાર DCP વર્તિકા ની દમદાર ભૂમિકા માં જોવા મળી શેફાલી શાહ, ‘દિલ્હી ક્રાઈમ 3’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
Bahubali: The Epic OTT Release: થિયેટરો માં ધૂમ મચાવી રહેલી બાહુબલી ધ એપિક ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ
Exit mobile version