Site icon

સાઉથ સુપરસ્ટાર રજનીકાંત ની દીકરી ઐશ્વર્યા રજનીકાંત કરવા જઈ રહી છે બોલિવૂડમાં એન્ટ્રી, અભિનય નહિ પરંતુ કરશે આ કામ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત હિન્દી ફિલ્મોમાં તેમના ઉત્તમ અભિનય માટે જાણીતા છે. રજનીકાંત બાદ હવે તેમની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે.હાલમાં જ ઐશ્વર્યા રજનીકાંતે ખુલાસો કર્યો છે કે તે એક હિન્દી ફિલ્મમાં કામ કરી રહી છે. બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે કામ કરતી હતી. તેણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એકથી વધુ હીટ  ફિલ્મો આપી છે. ટૂંક સમયમાં જ લોકોને હવે ઐશ્વર્યા રજનીકાંતની ફિલ્મ જોવા મળશે.

Join Our WhatsApp Community

 

ઐશ્વર્યાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર ખુલાસો કર્યો છે કે તે એક નવી હિન્દી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે તેણે કહ્યું કે 'મારું અઠવાડિયું આનાથી વધુ સારી રીતે શરૂ થઈ શક્યું ન હોત…હું મારી હિન્દી નિર્દેશિત ફિલ્મ ‘ઓહ સાથી ચલ’ વિશે જાહેરાત કરતાં ખૂબ જ ખુશ છું, જે મીનુ અરોરા, ક્લાઉડ 9 પિક્ચર્સ, @archsda અને નીરજ મૈની દ્વારા નિર્મિત એક અદ્ભુત વાર્તા ને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. તમારા બધાના આશીર્વાદની જરૂર છે. અગાઉ, એક મીડિયા હાઉસ સાથે વાત કરતી વખતે, ઐશ્વર્યાએ કહ્યું હતું કે આ તેનું સપનું છે જે સાકાર થયું છે. આ ફિલ્મ વાસ્તવિક જીવનની ઘટના પર આધારિત છે.

આ સમાચાર પણ વાંચો : શું OTT ડેબ્યૂ માટે તૈયાર છે ગોવિંદા? અભિનેતાએ આપ્યો આ જવાબ

આ ફિલ્મ વિશે વધુ વાત કરતાં તેણે કહ્યું કે તે તેના નવા પ્રોજેક્ટ માટે ખૂબ જ ખુશ છે. આ એક અનોખી લવ સ્ટોરી છે જેની થોડા વર્ષો પહેલા મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. તેણે એમ પણ કહ્યું કે તેને પડકારો પસંદ છે અને આ ફિલ્મ પણ તેના માટે એક પડકાર છે. તે આ નવી સફર શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને આશા રાખે છે કે બધું તેની ઈચ્છા મુજબ થશે.

Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Exit mobile version