News Continuous Bureau | Mumbai
બોલિવૂડના(Bollywood) દિગ્ગજ અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) આ મહિનાની 11મી તારીખે તેમનો 80મો જન્મદિવસ ઉજવવા(Birthday Celeberation) જઈ રહ્યા છે. ફિલ્મોની દુનિયામાં અડધી સદી પૂરી કરનાર આ મેગાસ્ટારે(Megastar) અત્યાર સુધીમાં 200 જેટલી ફિલ્મો કરી છે. આમાંથી ઘણી બ્લોકબસ્ટર હતી અને કેટલીક બોક્સ ઓફિસ(Box Office) પર સુપર હિટ સાબિત થઈ હતી. 1969 થી 2022 સુધી બોલિવૂડ પર રાજ કરનાર ‘શહેનશાહ’ને(Shahenshah) ઘણા એવોર્ડ અને સન્માન મળ્યા છે. પરંતુ, આ વખતે તેમના સન્માનમાં એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના 80માં જન્મદિવસ નિમિત્તે એક ફિલ્મ ફેસ્ટિવલનું(film festivals) આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી કરવા માટે, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને(Film Heritage Foundation) 8 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી ચાર દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. ફેસ્ટિવલ દરમિયાન તેમની 11 ફિલ્મો ભારતના 17 શહેરોમાં પ્રદર્શિત કરવામાં આવશે. જે ફિલ્મોનું પ્રીમિયર થશે તેમાં ‘ડોન(Don)’, ‘કાલા પથ્થર’(kala Pathar), ‘કાલિયા(kaliya)’, ‘કભી કભી(kabhi kabhi')’, ‘અમર અકબર એન્થોની’('Amar Akbar Anthony), ‘નમક હલાલ’, ‘અભિમાન’, ‘દીવાર’, ‘મિલી’, ‘સત્તે પે સત્તા’ અને ‘ચુપકે ચુપકે’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંબઈના જુહુમાં PVR સિનેમામાં અમિતાભ બચ્ચનની યાદગાર વસ્તુઓનું એક વિશેષ પ્રદર્શન પણ યોજવામાં આવશે. એસએમએમ ઔસજા(SMM Ausja) દ્વારા આયોજન કરવામાં આવશે.સેલિબ્રેશન વિશે પોતાના વિચારો શેર કરતાં અમિતાભ બચ્ચને કહ્યું, "મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એવો દિવસ જોઈશ કે જ્યારે મારી શરૂઆતની કારકિર્દીની ફિલ્મો એકસાથે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ(cinemas Release) થશે. આ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન અને PVR વચ્ચેનો સહયોગ છે. એક નોંધપાત્ર પહેલ. તે માત્ર મારા કામને જ નહીં પરંતુ તે સમયના મારા દિગ્દર્શકો, સાથી કલાકારો અને ટેકનિશિયનના કામને પણ ઓળખ આપશે.આ ઘટનાનું કારણ એ યુગમાં પાછા ફરવાનું છે જે વીતી ગયો પણ ભૂલાયો નથી. ભારતના ફિલ્મી વારસાને બચાવવા માટે મહત્વપૂર્ણ છે."
આ સમાચાર પણ વાંચો : ફાલ્ગુની પાઠકના ગીત ના રિક્રિએશન ને લઈને ટ્રોલ થયા બાદ સિંગર નેહા કક્કર વધુ એક વાર થઇ ટ્રોલ-જાણો શું છે મામલો
ફિલ્મ નિર્માતા શિવેન્દ્ર સિંહ(Filmmaker Shivendra Singh) ડુંગરપુર દ્વારા સ્થાપિત બિન-લાભકારી સંસ્થાએ અગિયાર બ્લોકબસ્ટર ફિલ્મોના સંગ્રહનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મો મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને હૈદરાબાદથી લઈને અમદાવાદ, સુરત, બરોડા, રાયપુર, કાનપુર, કોલ્હાપુર, પ્રયાગરાજ અને ઈન્દોર સુધીના શહેરોના સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવશે.
