Site icon News Continuous Bureau | Mumbai

Special Ops Season 2 Trailer: નવા મિશન સાથે થઇ હિમ્મત સિંહની વાપસી, સ્પેશિયલ ઓપ્સ 2 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

Special Ops Season 2 Trailer: નીરજ પાંડેની લોકપ્રિય વેબ સિરીઝ "સ્પેશિયલ ઓપ્સ" ની બીજી સીઝન નું ટ્રેલર રિલીઝ થયું છે. આ વખતે હિમ્મત સિંહ દેશને સાઇબર હુમલાથી બચાવશે

Special Ops Season 2 Trailer Himmat Singh Returns to Save India from Cyber Attack

Special Ops Season 2 Trailer Himmat Singh Returns to Save India from Cyber Attack

News Continuous Bureau | Mumbai 

Special Ops Season 2 Trailer: ફિલ્મમેકર નીરજ પાંડે પોતાની લોકપ્રિય વેબ સિરીઝ “સ્પેશિયલ ઓપ્સ”ના નવા સીઝન સાથે પાછો ફર્યો છે. 2020માં લોકડાઉન દરમિયાન રિલીઝ થયેલી આ સિરીઝે દર્શકોનું દિલ જીતી લીધું હતું. હવે લગભગ પાંચ વર્ષ પછી “સ્પેશિયલ ઓપ્સ સીઝન 2” આવી રહી છે, જેમાં હિમ્મત સિંહ દેશને સાઇબર હુમલાથી બચાવશે. ટ્રેલરમાં એક્શન, થ્રિલ અને ઇમોશનનો સંપૂર્ણ મિશ્રણ જોવા મળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: અમદાવાદ પ્લેન ક્રેશ પર પોસ્ટ કરી ફરી ટ્રોલર્સ ના નિશાના પર આવ્યા અમિતાભ બચ્ચન, બિગ બી ને લોકો એ કહી આવી વાત

હિમ્મત સિંહની વાપસી, નવા મિશન સાથે

“સ્પેશિયલ ઓપ્સ”ના પહેલા સીઝનમાં હિમ્મત સિંહે આતંકવાદ સામે લડત આપી હતી. હવે નવા સીઝનમાં તે સાઇબર હુમલાની ભયજનક યોજના સામે લડશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક વૈજ્ઞાનિકનું અપહરણ થાય છે અને હિમ્મત તેને બચાવવાના પ્રયાસમાં પોતાનો એક અધિકારી ગુમાવે છે.ટ્રેલર મુજબ, એક કલેક્શનર દેશના યુપીઆઈ (UPI) યુઝર્સના ડેટા મેળવવા માટે વૈજ્ઞાનિકનું અપહરણ કરાવે છે. હિમ્મત સિંહ હવે માત્ર વૈજ્ઞાનિકને બચાવશે નહીં, પણ સમગ્ર દેશને ડેટા ચોરી અને સાઇબર હુમલાથી સુરક્ષિત રાખશે. આ મિશનમાં તેની જૂની ટીમ સાથે કેટલાક નવા ચહેરાઓ પણ જોડાશે.


આ સીઝનમાં હિમ્મત સિંહની પુત્રી તેના પિતાની અસલી ઓળખ વિશે જાણશે. સાથે જ હિમ્મતના જૂના મિત્ર અને પોલીસ અધિકારી અબ્બાસ શેખ પણ મિશનમાં તેની સાથે હશે. “સ્પેશિયલ ઓપ્સ 2” 11 જુલાઈથી જિયો હોટસ્ટાર (Jio Hotstar) પર સ્ટ્રીમ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version