Site icon

કેકે મેનનની વેબ સિરીઝ ‘સ્પેશિયલ ઓપ્સ સિઝન 2’નું ટ્રેલર થયું રિલીઝ, ખૂલશે હિંમત સિંહનાં રહસ્યો; જાણો વિગત, જુઓ ટ્રેલર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

 

વેબ સિરીઝ 'સ્પેશિયલ ઓપ્સ'ની આગામી સિઝનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેનું નામ છે – 'સ્પેશિયલ ઓપ્સ 1.5 : ધ હિમ્મત સ્ટોરી'. આમાં કેકે મેનન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ સિઝનમાં પણ તે હિંમત સિંહની ભૂમિકામાં જોવા મળશે. તેની છેલ્લી સિઝન દર્શકોને ખૂબ પસંદ આવી હતી. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર સિરીઝનું ટ્રેલર લીક થયા બાદ મેકર્સે એને રિલીઝ કર્યું છે. કેકે મેનને તેના ઇન્સ્ટા ઍકાઉન્ટ પર એનું ટ્રેલર પણ શૅર કર્યું છે. આ વેબ સિરીઝનું ટ્રેલર દર્શકોનાં મનમાં ઉત્સુકતા જગાડે છે. ટ્રેલર સવાબે મિનિટનું છે. ટ્રેલરની શરૂઆતમાં સિરીઝનાં કેટલાંક પાત્રો હિંમત સિંહ વિશે વાત કરતાં જોવા મળે છે. આ શ્રેણી દ્વારા હિંમત સિંહના જીવનના કેટલાક અંશો જણાવવામાં આવ્યા છે.

ખાનગી જેટથી લઈને લંડનમાં વૈભવી બંગલા સુધી, આ ચાર મોંઘી વસ્તુઓનાં માલિક છે અજય અને કાજોલ; જાણો વિગત

ટ્રેલર 2001માં દર્શકોને લઈ જાય છે અને હિંમત સિંહનાં સાહસોની કેટલીક ઝલક બતાવે છે. તેમને સિસ્ટમની  બુરાઈઓ સામે લડતા અધિકારી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં તે પોતાના દિમાગથી કેવી રીતે મોટું ઑપરેશન કરે છે, એ ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે. કેકે મેનન, વિનય પાઠક, આફતાબ શિવદાસાની, ગૌતમી કપૂર, કેપી મુખર્જી, પરમીત શેટ્ટી સહિત ઘણા કલાકારો વેબ સિરીઝમાં જોવા મળશે. વેબ સિરીઝમાં મોટું નવું નામ ઉમેરાયું છે એ આફતાબનું છે. તેઓ પ્રથમ સિઝનનો ભાગ ન હતા. ટ્રેલરમાં તે ફુલ ઑન ઍક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. વેબ સિરીઝ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર 12 નવેમ્બરે રિલીઝ થશે.

 

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version