Site icon

Sreeleela Becomes a Doctor: પુષ્પા ફેમ અભિનેત્રી શ્રીલીલા હવે બની ‘ડોક્ટર’: ૬ વર્ષની મહેનત બાદ મેળવી મેડિકલની ડિગ્રી, જાણો મુંબઈની કઈ યુનિવર્સિટીમાંથી કર્યું ગ્રેજ્યુએશન

Sreeleela Becomes a Doctor: મુંબઈની ડીવાય પાટિલ યુનિવર્સિટીમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં શ્રીલીલાએ લીધા ડોક્ટર તરીકેના શપથ, મહેશ બાબુ અને રવિ તેજા જેવા સ્ટાર્સ સાથે કામ કરતા પૂર્ણ કર્યો અભ્યાસ

Sreeleela Becomes a Doctor: Actress Graduates from DY Patil University; Completes MBBS Along with Film Career

Sreeleela Becomes a Doctor: Actress Graduates from DY Patil University; Completes MBBS Along with Film Career

News Continuous Bureau | Mumbai

Sreeleela Becomes a Doctor: સાઉથની જાણીતી અભિનેત્રી શ્રીલીલાએ સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ નિશ્ચય હોય તો ગ્લેમરની દુનિયાની સાથે અભ્યાસ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાય છે. છેલ્લા ઘણા વર્ષોથી મેડિકલનો અભ્યાસ અને ફિલ્મોમાં વ્યસ્ત રહેલી શ્રીલીલાએ આખરે એમબીબીએસ (MBBS) ની ડિગ્રી મેળવી લીધી છે. સોશિયલ મીડિયા પર તેના ગ્રેજ્યુએશન સમારોહના વીડિયો અને તસવીરો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : YRKKH TRP Fall: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના વળતા પાણી: ‘અનુપમા’ ને ટક્કર આપતો શો સતત ૨ મહિનાથી Top-5 માંથી બહાર, મેકર્સની તમામ કોશિશો નિષ્ફળ

૬ વર્ષની સખત મહેનત અને ડિસિપ્લિન

શ્રીલીલાએ મુંબઈની પ્રખ્યાત ડીવાય પાટિલ (DY Patil) યુનિવર્સિટીમાંથી પોતાની ડોક્ટરની ડિગ્રી મેળવી છે. લગભગ ૬ વર્ષ સુધી ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તાજેતર માં યોજાયેલા સમારોહમાં તે મેરૂન ગાઉન પહેરીને સ્ટેજ પર પોતાની ડિગ્રી લેતી જોવા મળી હતી. આ પ્રસંગે તેણે તેના બેચમેટ્સ સાથે ‘હિપ્પોક્રેટિક ઓથ’ (ડોક્ટર તરીકેના શપથ) પણ લીધા હતા, જેને જોઈને તેના ફેન્સ ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે.


શ્રીલીલા મૂળ તેલુગુ પરિવારથી છે અને બેંગલુરુમાં ઉછરી છે. તેની માતા સ્વર્ણલતા પોતે બેંગલુરુમાં જાણીતા ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) છે. શ્રીલીલાએ તેની માતાના નકશેકદમ પર ચાલીને મેડિકલ ક્ષેત્રમાં આ સિદ્ધિ મેળવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેના ડિસિપ્લિનના વખાણ કરી રહ્યા છે કે આટલા બિઝી શૂટિંગ શિડ્યુલ વચ્ચે તેણે મેડિકલ જેવા અઘરા વિષયમાં કેવી રીતે સફળતા મેળવી.શ્રીલીલાએ કન્નડ ફિલ્મ ‘કિસ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ‘ધમાકા’, ‘ભગવંત કેસરી’, અને મહેશ બાબુ સાથે ‘ગુંટુર કારમ’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. તાજેતરમાં તે ‘પુષ્પા ૨’ ના સ્પેશિયલ સોન્ગ ‘કિસિક’ માં પણ જોવા મળી હતી. હવે તે અનુરાગ બસુની ફિલ્મ દ્વારા કાર્તિક આર્યન સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Udit Narayan FIR: ઉદિત નારાયણ વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ! પ્રથમ પત્નીના આરોપથી ગાયકની મુશ્કેલી વધી, મેડિકલ ક્રાઈમ કે અંગત દુશ્મની? જાણો વિગત
Salman Khan: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાને હવે સલમાન ખાનના સંબંધી! કરોડોની ખંડણી માંગતા મુંબઈ પોલીસ એક્શનમાં, જાણો કોને મળી ધમકી?
Rajpal Yadav: મુશ્કેલીના સમયે સાચા મિત્રોની એન્ટ્રી! રાજપાલ યાદવ માટે સલમાન ખાન અને અજય દેવગણે મિલાવ્યા હાથ, જેલમાંથી મુક્તિના સમાચારથી ફેન્સ ખુશ
Kohrra 2: ‘કોહરા ૨’ માં આ દિગ્ગજ એક્ટરનો ‘સરપ્રાઈઝ’ કેમિયો: નેટફ્લિક્સ સિરીઝમાં ઓળખવો પણ મુશ્કેલ, સેકન્ડના રોલમાં છોડી મોટી છાપ
Exit mobile version