Site icon

13 વર્ષની ઉંમરે શ્રીદેવીએ પોતાના કરતા 12 વર્ષ મોટા અભિનેતાની માતાની ભૂમિકા ભજવી હતી, ફિલ્મ માટે મળી હતી અભિનેતા કરતા વધુ ફી

શ્રીદેવી એ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ફિલ્મ ઉદ્યોગને એક નવી ઓળખ આપી.

sridevi played rajinikanth stepmother on screen at the age of 13

13 વર્ષની ઉંમરે શ્રીદેવીએ પોતાના કરતા 12 વર્ષ મોટા અભિનેતાની માતાની ભૂમિકા ભજવી હતી, ફિલ્મ માટે મળી હતી અભિનેતા કરતા વધુ ફી

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી ( sridevi ) એક એવી અભિનેત્રી હતી, જે પોતાની એક્ટિંગ થી ચાહકોને દિવાના બનાવી દેતી હતી. શ્રીદેવીને આજે પણ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. બાળ કલાકાર તરીકે કામ શરૂ કરનાર શ્રીદેવીએ હંમેશા પોતાના અભિનયના જોરે ચાહકોને દિવાના બનાવ્યા. તેના જન્મના ચાર વર્ષ બાદ જ તેણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રીએ 1967માં તમિલ ફિલ્મ ‘કંદન કરુણાઈ’માં બાળ કલાકાર  તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી શ્રીદેવીએ ફરી એક પછી એક ફિલ્મમાં કામ કર્યું.

Join Our WhatsApp Community

 13 વર્ષ ની ઉંમરે શ્રીદેવી એ ભજવી હતી પુખ્ત મહિલા ની ભૂમિકા

બાળપણથી જ અભિનયની છાપ છોડનાર શ્રીદેવીએ 24 ફેબ્રુઆરી, 2018ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું ત્યારે બધાને આશ્ચર્ય થયું. શ્રીદેવી એક એવી અભિનેત્રી હતી જે ક્યારેય કોઈ પણ પ્રકારની ભૂમિકા કરવા માટે ડરતી ન હતી. શ્રીદેવીએ તેની કારકિર્દીની સૌથી દુર્લભ ફિલ્મોમાંની એકમાં કામ કર્યું હતું. અભિનેત્રીને મૃત્યુ બાદ ફિલ્મ ‘મોમ’ માટે રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી.નાની ઉંમર હોવા છતાં, તેણે બાલાચંદર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘મૂન્દ્રુ મુદિચુ’માં પુખ્ત મહિલા તરીકે અભિનય કર્યો હતો. શ્રીદેવીએ માત્ર 13 વર્ષની ( age of 13 )   ઉંમરમાં પરિણીત મહિલાનો રોલ કરીને બધાને ચોંકાવી દીધા હતા. રજનીકાંતે પણ અભિનેતા કમલ હાસન સાથે ફિલ્મમાં અન્ય પાત્રો તરીકે અભિનય કર્યો હતો. ફિલ્મ વિશે એક રસપ્રદ વિગત એ છે કે શ્રીદેવીએ રજનીકાંતની ( rajinikanth  ) સાવકી માતાની ( stepmother  ) ભૂમિકા (  played ) ભજવી હતી જ્યારે તે માત્ર 13 વર્ષની હતી.

આ સમાચાર પણ વાંચો: ‘મિશન ઇમ્પોસિબલ 7 ફિલ્મમાં ટોમ ક્રૂઝે હેલિકોપ્ટરમાંથી કૂદીને કર્યો અદભુત સ્ટંટ, દિલ થામી ને જુઓ વિડિયો

શ્રીદેવી ને રજનીકાંત કરતા વધુ ફી ચૂકવવામાં આવી હતી

તે સમયે રજનીકાંત 25 વર્ષના હતા, એટલું જ નહીં એવું માનવામાં આવે છે કે ફિલ્મ ‘મંદરુ મુદિચુ’ માટે શ્રીદેવીને રજનીકાંત કરતાં વધુ ચૂકવણી કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે શ્રીદેવીની ફી 5000 રૂપિયા હતી જ્યારે રજનીકાંતને 2000 રૂપિયા મળ્યા હતા. તે સમયે કમલ હાસન ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા કલાકારોમાંના એક હતા અને તેમને આ ફિલ્મ માટે 30,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.રજનીકાંત એ સમયે સુપરસ્ટાર હતા. પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે રજનીકાંત કરતાં શ્રીદેવીના કામના વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ પછી શ્રીદેવી અને રજનીકાંત વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. આટલું જ નહીં, ત્યારપછીની ફિલ્મ ‘ધર્મયુદ્ધ’માં શ્રીદેવીએ રજનીકાંતની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. બોલિવૂડમાં શ્રીદેવી એકમાત્ર એવી અભિનેત્રી છે જેણે હંમેશા પડકારજનક પાત્રો ખૂબ જ સારી રીતે ભજવ્યા છે. શ્રીદેવીએ રજનીકાંત સાથે ઘણી ફિલ્મો કરી, જેમાંથી મોટાભાગની હિટ રહી, તેઓએ 20 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું.

SRK Iconic Song: એક જ વીડિયોમાં ૫ અવતાર! શાહરૂખ ખાનના આ હિટ ગીતે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ; ૧૮ વર્ષ બાદ પણ વ્યૂઝનો આંકડો જોઈને ચોંકી જશો
Varun Dhawan Metro Controversy: વરુણ ધવનની શિસ્તભંગની હરકત પર મુંબઈ મેટ્રો ની લાલ આંખ! વીડિયો વાયરલ થતા જ કાયદાનું ભાન કરાવ્યું; જાણો શું છે આખો વિવાદ
Disha Patani and Talwinder: દિશા પટની ને મળ્યો નવો સાથી: સિંગર તલવિંદર સાથે જાહેરમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળી અભિનેત્રી; ફેન્સ બોલ્યા- ‘પરફેક્ટ જોડી
Sunny-Esha Deol: ઈશા દેઓલ ની એક પોસ્ટ એ જીતી લીધું ફેન્સનું દિલ, ભાઈ સની દેઓલ માટે કહી દીધી આ મોટી વાત; બોબી દેઓલ પણ થયો ભાવુક
Exit mobile version