Site icon

ઇટાલી માં ફર્નીચરની દુકાનમાં એક વ્યક્તિ એ શ્રીદેવી પર ઉપાડ્યો હતો હાથ-બોની કપૂરે ગુસ્સામાં આવી કર્યું હતું આ કામ

 News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood actress) જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ઘણીવાર તેની માતા શ્રીદેવી (Sridevi) સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે. તાજેતરમાં જ જાહ્નવીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કેવી રીતે શ્રીદેવી પર એકવાર ઈટાલીમાં (Italy) શારીરિક હુમલો (Physical assault) કરવામાં આવ્યો હતો. જ્યારે બોની કપૂરને (Boney Kapoor) આ ઘટનાની જાણ થઈ તો તેઓ ગુસ્સે થઈ ગયા.

Join Our WhatsApp Community

એક મેગેઝીન ને આપેલા ઈન્ટરવ્યુમાં જાહ્નવી કપૂરે જણાવ્યું કે શ્રીદેવી ઈટાલી ગઈ હતી. ત્યાં તે એક સ્થાનિક વ્યક્તિ સાથે ફર્નિચરની દુકાનમાં (furniture shop) ખરીદી કરવા ગઈ હતી. દુકાનમાં એક ઈટાલિયન વ્યક્તિ (Italian person) સાથે તેની દલીલ થઈ અને તે વ્યક્તિએ શ્રીદેવી પર હાથ ઉપાડ્યો  હતો. અચાનક બનેલી આ ઘટનાથી શ્રીદેવી સ્તબ્ધ (shocked) થઈ ગઈ હતી. તેણે બોની કપૂરને જાણ કરી. જાહ્નવીએ જણાવ્યું કે તે દિવસોમાં બોની કપૂર મુંબઈમાં (Mumbai) જ હતા. જ્યારે તેમને શ્રીદેવીના અકસ્માત ના સમાચાર મળ્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા અને તરત જ મુંબઈથી ઈટાલી  ચાલ્યા ગયા. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2018માં શ્રીદેવીનું દુબઈમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તેમને બે દીકરીઓ જાહ્નવી અને ખુશી કપૂર (Khushi Kapoor) છે.તમને જણાવી દઈએ કે શ્રીદેવીએ પોતાના કરિયરમાં એકથી વધુ હિટ ફિલ્મો આપી હતી. 80ના દાયકામાં જ્યારે તે પોતાના કરિયર ની ઉંચાઈ પર હતી ત્યારે તેને એક વિભાગ દ્વારા બોલ્ડ અભિનેત્રી (bold actress) નું બિરુદ આપવામાં આવ્યું હતું. તેને આ વાત ગમતી ન હતી. બાદમાં અભિનેત્રીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે જ્યારે લોકો તેના વિશે આ રીતે વાત કરતા હતા ત્યારે તેને ખૂબ જ ખરાબ લાગતું હતું.

આ સમાચાર પણ વાંચો: મધ્ય રેલવે પર 27 કલાકના મેગા બ્લોકને કારણે 1,096 લોકલ ટ્રેનો રદ! મુંબઈકરોની સેવામાં દોડશે BESTની આટલી વધારાની બસો… જાણો શેડ્યુઅલ

જાહ્નવી હાલમાં જ પિતા બોની કપૂર દ્વારા નિર્મિત ફિલ્મ ‘મિલી’માં (Milli) જોવા મળી હતી. આગામી દિવસોમાં તે વરુણ ધવન (Varun Dhawan) સાથે ની ફિલ્મ ‘બવાલ’ અને રાજકુમાર રાવ (Rajkumar Rao) સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ (Mr. and Mrs. Mahi)  માં જોવા મળશે.

Akshay Kumar: આરવને અભિનેતા બનતા જોવા માંગે છે અક્ષય કુમાર, પણ પિતાની ઈચ્છા થી અલગ આ કામ કરવા માંગે છે પુત્ર
Jaya Bachchan: દુર્ગા પંડાલમાં કાજોલને જોઈને ખુશ થઇ ગઈ જયા બચ્ચન,બંને નું ખડખડાટ હાસ્ય જોઈને લોકો એ આપી આવી પ્રતિક્રિયા
The Raja Saab Trailer: સંજય દત્ત ના ખૂંખાર લુક સાથે પ્રભાસની હોરર-કોમેડી ‘ધ રાજા સાબ’ નું ટ્રેલર થયું રિલીઝ
Aishwarya Rai Viral Video: પેરિસ ફેશન વીકમાં એશ્વર્યા રાય એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ
Exit mobile version