News Continuous Bureau | Mumbai
સ્ટોરી અભિનેતા શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને તેમના પુત્ર આર્યન ખાનની પ્રથમ ડિરેક્ટર તરીકેની સીરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ના પ્રીવ્યુ લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. નેટફ્લિક્સ પર આવનારી આ સિરીઝમાં આર્યન ખાન ડિરેક્ટર અને લેખક તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. આ ઇવેન્ટમાં શાહરુખ, ગૌરી અને આર્યન વચ્ચેની એક ભાવનાત્મક ક્ષણ પણ દર્શકોને જોવા મળી.
આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની પ્રથમ સિરીઝ
આર્યનની માતા અને ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ના પ્રોડ્યુસર ગૌરી ખાન જ્યારે સ્ટેજ પર આવ્યા, ત્યારે શાહરુખ અને આર્યને તેમને સપોર્ટ કર્યો અને ત્રણેયે સાથે પોઝ આપ્યો. આ પછી, શાહરુખે આર્યન તરફ જોઇને ઈશારો કર્યો અને પોતે તથા ગૌરી સ્ટેજ પરથી સાઈડમાં ખસી ગયા, જેથી આર્યન સેન્ટર સ્ટેજ પર આવી શકે. જ્યારે આર્યન મીડિયા સાથે વાત કરી રહ્યો હતો અને પોઝ આપી રહ્યો હતો, ત્યારે તેના માતા-પિતા ગૌરવની લાગણી સાથે સ્મિત કરતા જોવા મળ્યા.
આ સમાચાર પણ વાંચો : Nikki Haley: ચીન સામે ભારત ને ગુમાવવું એક મોટી રાજકીય ભૂલ હશે: નિક્કી હેલીએ ટ્રમ્પ ને ચેતવણી આપતા કહી આવી વાત
મિત્રો અને સહકર્મીઓએ અભિનંદન પાઠવ્યા
શાહરુખના પારિવારિક મિત્ર અને અભિનેતા સંજય કપૂરે પણ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ના પ્રીવ્યુ પર કોમેન્ટ કરીને આર્યનને અભિનંદન પાઠવ્યા હતા. આર્યન અને તેની બહેન સુહાના ખાનની મિત્ર અભિનેત્રી અનન્યા પાંડેએ પણ પ્રીવ્યુને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો અને લખ્યું, “વૂહૂ! જો પ્રીવ્યુ આટલો મજેદાર હોય, તો આ શો કેટલો મજેદાર હશે તેની તમે કલ્પના કરી શકો છો! ડિરેક્ટર… @aryan અભિનંદન.” ડિરેક્ટર કરણ જોહરે પણ આર્યનને શુભેચ્છા પાઠવતા લખ્યું કે આ શો બ્લોકબસ્ટર મટિરિયલ જેવો લાગે છે. આ શોનું ટીઝર અને ટ્રેલર હજુ સુધી રિલીઝ થયા નથી. ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ 18 સપ્ટેમ્બર, 2025ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.