Site icon

ફિલ્મ ‘RRR’ નો પહેલો રિવ્યૂ આવ્યો સામે, જાણો કોણે આપ્યા રાજામૌલીની ફિલ્મને 5 સ્ટાર

News Continuous Bureau | Mumbai

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર NTR સ્ટારર ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRR કોરોના વાયરસની ઝપેટમાં આવી હતી. ત્યારપછી આ ફિલ્મ રીલિઝ થવા સુધી મુલતવી રાખવામાં આવી હતી.જો કે આ દરમિયાન એક ખાસ વ્યક્તિએ આ ફિલ્મ જોઈ છે. જે બાદ આ સેલિબ્રિટી પોતાની ઉત્તેજના પર કાબૂ ન રાખી શકી અને તેણે ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય આપતા પહેલો રિવ્યુ શેર કર્યો છે. આ રિવ્યુ વાંચ્યા પછી, ફિલ્મની રાહ જોઈ રહેલા ચાહકો માટે આ રાહ વધુ મુશ્કેલ બનશે. ફિલ્મ જોયા બાદ તેને ફાઈવ સ્ટાર પણ આપવામાં આવ્યા છે. આ વિશાળ બજેટની ફિલ્મની પ્રથમ સમીક્ષામાં તેને શાનદાર ગણાવવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: શા માટે ‘અનુપમા શો માંથી ગાયબ થઈ માલવિકા? અભિનેત્રીએ પોતે જણાવ્યું આ પાછળ નું કારણ; જાણો વિગત

વાસ્તવમાં , આ ફિલ્મ રિલીઝ માટે લગભગ તૈયાર હતી. આ ફિલ્મ 7 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થવાની હતી. અગાઉ આ ફિલ્મ પ્રથમ વખત સેન્સર બોર્ડમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં જાણીતા પત્રકાર અને ફિલ્મ સમીક્ષક ઉમર સંધુએ આ ફિલ્મને સંપૂર્ણ રીતે જોઈ હતી.બાહુબલી ફેમ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની આ ફિલ્મ જોયા બાદ ઉમર સંધુએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી અને લખ્યું, જુનિયર એનટીઆર ફિલ્મનો આત્મા છે. રામચરણ શાનદાર દેખાઈ રહ્યા છે. રાજામૌલીની ફિલ્મમાં આ બંનેનો કોમ્બો ડેડલી છે. બંનેએ આગ લગાવી દીધી.ઉમૈર સંધુએ કહ્યું કે RRR ને મીસ કરવી એ મોટી ભૂલ હશે. તેણે તેને બ્લોકબસ્ટર ગણાવ્યું છે, જે પછીથી ક્લાસિક ફિલ્મોમાં ગણાશે. તેણે ફિલ્મને 5 સ્ટાર આપ્યા. 

 

તમને જણાવી દઈએ કે દક્ષિણના ફિલ્મ સ્ટાર્સ રામ ચરણ અને જુનિયર એનટીઆર RRR દ્વારા બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહ્યા છે. વાસ્તવમાં, રામ ચરણ અને જુનિયર એનટીઆરની આ પ્રથમ સમગ્ર ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં બંને સ્ટાર્સ કેમિયો કરતા જોવા મળશે. ઉપરાંત, આ ફિલ્મ દ્વારા, બંને સ્ટાર્સ પ્રથમ વખત સાઉથ સિને દર્શકો સુધી પહોંચશે.

 

Huma Qureshi: સોશિયલ મીડિયા પર ફેલાઈ હુમા કુરેશીની ગુપચુપ સગાઈની અફવા! જાણો કોણ છે તેનો કથિત ભાવિ પતિ?
Nana Patekar: શું નાના પાટેકર લઇ રહ્યા છે સિનેજગત માંથી નિવૃત્તિ? દિગ્ગ્જ અભિનેતા એ ‘નામ ફાઉન્ડેશન’ ના કાર્યક્રમમાં આપ્યો આવો સંકેત
Hardik Pandya: નતાશા સાથે છૂટાછેડા બાદ હવે આ અભિનેત્રી સાથે જોડાયું હાર્દિક પંડ્યા નું નામ, સેલ્ફી વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર ગરમ
Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Exit mobile version