Site icon

ઓસ્કાર એવોર્ડ 2023 નોમિનેશન: ‘નાટુ નાટુ’ એ ઓસ્કારમાં પ્રવેશી રચ્યો ઇતિહાસ!, ખુશીથી ઝૂમી ઉઠી RRR ટીમ

એવું કહેવામાં આવી રહ્યું છે કે 'નાટુ-નાટુ ' ગીતે લેડી ગાગા અને રી-રી ના ગીતો ને પાછળ છોડી દીધા છે.ચાહકોને આશા છે કે ફરી એકવાર 'નાટુ-નાટુ' ઇન્ટરનેશનલ એવોર્ડ જીતે અને તેને ઘરે લાવે.

naatu naatu nomination in Oscar

ઓસ્કાર એવોર્ડ 2023 નોમિનેશન: 'નાટુ નાટુ' એ ઓસ્કારમાં પ્રવેશી રચ્યો ઇતિહાસ!, ખુશીથી ઝૂમી ઉઠી RRR ટીમ

News Continuous Bureau | Mumbai

95મા ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે નોમિનેશન થઈ ગયા છે. આ વખતે એસએસ રાજામૌલી ની ફિલ્મ RRR ના ગીત ‘નાટુ-નાટુ’ એ તેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ગીત ‘શ્રેષ્ઠ મૂળ ગીત શ્રેણી’ માટે નામાંકિત થયું છે. એમએમ કીરવાણી એ આ ગીત કમ્પોઝ કર્યું છે.આ ગીત માત્ર નોમિનેશન માટે જ નહીં પરંતુ ઓસ્કાર જીતવા માટે પણ ખૂબ જ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘નાટુ-નાટુ’ ગીતે લેડી ગાગા અને રી-રી ના ગીતો ને પાછળ છોડી દીધા છે.

Join Our WhatsApp Community

 આ બે ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ થઇ નોમિનેશન માં સામેલ 

આ સિવાય શોનક સેનની ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ ઓલ ધેટ બ્રેથ્સ પણ ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે નોમિનેટ થઈ છે. એટલું જ નહીં, ગુનીત મોંગી દ્વારા દિગ્દર્શિત ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ ને ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી છે. કહેવું પડશે કે આજે ભારતીય સિનેમા માટે ખૂબ જ ગર્વની વાત છે કે દેશની ત્રણ ફિલ્મો ઓસ્કાર જીતવાની રેસમાં સામેલ થઇ છે. ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી, ‘છેલો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો)ને ટોપ 15માં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો હોવા છતાં, તે કોઈપણ કેટેગરીમાં સામેલ નથી.

ખુશ થઇ RRR ટીમ

ટીમે ટ્વિટર પર ‘નાટુ-નાટુ’ની એક તસવીર શેર કરતા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.ઓસ્કાર એવોર્ડ 2023માં નોમિનેશન ને લઈને આખી ટીમ ખૂબ જ ખુશ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મે પોતાનામાં એક ઈતિહાસ રચ્યો છે. પહેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023 એવોર્ડ અને હવે ઓસ્કાર એવોર્ડ 2023 નોમિનેશનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 

Border 2 Song Out: ‘બોર્ડર 2’નું પ્રથમ ગીત ‘ઘર કબ આઓગે’ રિલીઝ: અરિજિત સિંહ અને દિલજીત દોસાંજનો અવાજ, પણ ચાહકોને ઓરિજિનલ જેવી મજા ન આવી
Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!
Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
Exit mobile version