Site icon

Subrata roy passed away: સહારા ગ્રુપ ના ચેરમેન સુબ્રત રોય ના નિધન બાદ તેમની બાયોપિક ના સમાચારે પકડ્યું જોર, આ ફિલ્મના નિર્દેશક બનાવી રહ્યા છે ફિલ્મ

Subrata roy passed away: સહારા ગ્રુપ ના વડા સુબ્રત રોયનું 75 વર્ષ ની ઉંમર માં નિધન થયું છે. હવે તેમની બાયોપિક બની રહી છે. જે ધ કેરલા સ્ટોરીના નિર્દેશક સુદિપ્તો રોય દ્વારા બનાવવામાં આવી રહી છે.

subrata roy passed away the kerala story director make a biopic of chief of sahara group

subrata roy passed away the kerala story director make a biopic of chief of sahara group

News Continuous Bureau | Mumbai 

Subrata roy passed away: સહારા ગ્રુપના ચેરમેન સુબ્રત રોયનું 75 વર્ષ ની ઉંમરે નિધન થયું છે. તેમનું નિધન હૃદયરોગના હુમલાથી થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર સુબ્રત રોય ઘણા દિવસોથી બીમાર હતા. હવે તેમના નિધન બાદ સુબ્રત રોય ની બાયોપિકે જોર પકડ્યું છે. સુબ્રત રોય ના બાયોપિક ની જાહેરાત આ વર્ષ ના જૂન મહિનામાં થઇ હતી. આ ફિલ્મ નું નિર્દેશન ધ કેરલા સ્ટોરી બનાવનાર સુદિપ્તો સેન કરી રહ્યા છે.  

Join Our WhatsApp Community

 

સુબ્રત રોય ની બાયોપિક 

સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના એક ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેઓ દેશના જાણીતા ઉદ્યોગપતિ હતા જે સહારા ઈન્ડિયાના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન હતા. તેમને ‘સહારશ્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે 1978માં સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી હતી. હવે ગઈકાલે મોડી રાત્રે સહાર ગ્રુપ ના ચેરમેન સુબ્રત રોય નું નિધન થયું છે. તેમના નિધન બાદ તેમની બાયોપિક ના સમાચારે જોર પકડ્યું છે. આ ફિલ્મ ની જાહેરાત આ વર્ષ ના જૂન મહિનામાં કરવામાં આવી હતી. તેમજ તેનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ ધ કેરલા સ્ટોરી ના નિર્દેશક સુદીપ્તો સેન બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં સુબ્રત રોય નું જીવન અને સિદ્ધિઓ બતાવવામાં આવશે. આ ફિલ્મ માં એ પણ બતાવવામાં આવશે કે તેમણે કેવી રીતે પ્રતિષ્ઠિત સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી અને દેશની પ્રગતિમાં યોગદાન આપ્યું. 


જોકે ફિલ્મની સ્ટાર કાસ્ટને લગતી વિગતો સામે આવી નથી. આ બાયોપિકનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાની સંભાવના છે. . આ ફિલ્મનું સંગીત એઆર રહેમાન આપશે અને તેના ગીતો ગુલઝાર લખશે. આ ફિલ્મ ઋષિ વિરમાણી, સંદીપ સિંહ અને સુદીપ્તો સેને સાથે મળીને લખી છે.

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: ભારત વર્સીસ ન્યુઝીલેન્ડ ની સેમિફાઇનલ મેચ માં જોવા મળશે રણબીર કપૂર, કોમેન્ટ્રી બોક્સ માં બેસી ને કરશે આ કામ

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version