Site icon

Suchitra Krishnamoorthi: અમદાવાદ પ્લેન ક્રેશ માં બચી જનાર મુસાફર વિશે બોલવું સુચિત્રા કૃષ્ણમૂર્તિ ને પડ્યું ભારે, માફી માંગી કહી આવી વાત

Suchitra Krishnamoorthi: સિંગર અને અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિએ અમદાવાદ પ્લેન ક્રેશ માં બચનાર રમેશ પર ખોટો આરોપ લગાવ્યો હતો કે તે ફ્લાઈટમાં નહોતો, પછી ટ્વીટ ડિલીટ કરીને માફી માંગી

Suchitra Krishnamoorthi Apologizes for False Tweet on Ahmedabad Plane Crash Survivor

Suchitra Krishnamoorthi Apologizes for False Tweet on Ahmedabad Plane Crash Survivor

News Continuous Bureau | Mumbai

Suchitra Krishnamoorthi:  અમદાવાદ પ્લેન ક્રેશ માં બચેલા એક માત્ર મુસાફર રમેશ અંગે ખોટી માહિતીના આધારે સિંગર- અને અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિ એ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે X (Twitter) પર લખ્યું કે રમેશે ફ્લાઈટમાં હોવાનો ખોટો દાવો કર્યો છે અને તેને મેન્ટલ અસાઈલમ મોકલવો જોઈએ. જોકે, પછી તેને ખબર પડી કે માહિતી ખોટી હતી, અને તેણે પોતાનું ટ્વીટ ડિલીટ કરીને માફી પણ માંગી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupama Twist: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક કલાકાર ની એન્ટ્રી, આ વ્યક્તિ ને કારણે શો માં આવશે મોટા ટ્વીસ્ટ

સુચિત્રાનું વિવાદાસ્પદ ટ્વીટ

સુચિત્રાએ લખ્યું હતું કે “રમેશે બચનાર હોવાનો ખોટો દાવો કર્યો છે. તેનો પરિવાર UKમાં છે અને તેના ભાઈના અંતિમ સંસ્કારમાં તે હાજર હતો. જો આ ખોટું છે તો તેને કડક સજા અને મેન્ટલ અસાઈલમ મોકલવો જોઈએ.” આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ.જ્યારે સુચિત્રાને ખબર પડી કે રમેશ ખરેખર ફ્લાઈટમાં હતો અને તે બચી ગયો છે, ત્યારે તેણે તરત પોતાનું ટ્વીટ ડિલીટ કર્યું અને લખ્યું: “એર ઈન્ડિયા ક્રેશ માં બચનાર રમેશ પર કરેલું જૂનું ટ્વીટ હટાવી દીધું છે. લાગે છે કોઈએ ખોટી માહિતી ફેલાવી હતી. ભગવાન જાણે કેમ. હું માફી માંગું છું.”


આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તવાની જરૂરિયાત દર્શાવી છે. ખોટી માહિતીના આધારે કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા અને ભાવનાઓને નુકસાન થઈ શકે છે. સુચિત્રાની માફી પ્રશંસનીય છે, પણ આવી ભૂલોથી શીખવાની જરૂર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Pankaj Tripathi: સફળતાના શિખરે હોવા છતાં પંકજ ત્રિપાઠીએ કેમ લીધો બ્રેક? અભિનેતાએ પૈસા અને કરિયર વિશે કહી એવી વાત કે ચાહકો થઈ ગયા કાયલ
Tu Ya Main OTT Release Date: થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા જ ‘તૂ યા મૈં’ ની OTT ડેટ જાહેર: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે શનાયા કપૂરની આ ફિલ્મ
Saif Ali Khan Brooch Price: સૈફ અલી ખાનના બ્રોચની કિંમત ઉડાવી દેશે હોશ: રૂબી અને હીરાથી જડેલા આ ‘ચકલી’ વાળા બ્રોચમાં આવી જાય એક લક્ઝરી કાર, જાણો શું છે ખાસિયત
O Romeo:ઓ રોમિયો’ માટે વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ એક રૂપિયો પણ ન લીધો: વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે બંને સ્ટાર્સે કેમ ફ્રીમાં કર્યું કામ? જાણો અસલી કારણ
Exit mobile version