News Continuous Bureau | Mumbai
Suhana khan: સુહાના ખાન, અગસ્તય નંદા અને ખુશી કપૂર જેવા સ્ટાર કિડ્સ ઝોયઝ અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરી રહ્યા છે. હાલ ધ આર્ચીઝ ની ટીમ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. હવે ફિલ્મ ના પ્રમોશન દરમિયાન સુહાના ખાનનો એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. આ વિડીયો માં ધ આર્ચીઝ ની આખી ટીમ ફિલ્મ ના ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.
ધ આર્ચીઝ ની ટીમ નો ડાન્સ વિડીયો
મુંબઈમાં ધ આર્ચીઝ ની એક પ્રમોશન ઇવેન્ટ યોજવામાં આવી હતી. આ ઇવેન્ટ માં ફિલ્મ ની આખી ટીમ હાજર હતી. આ દરમિયાન સુહાના ખાન, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા અને ફિલ્મ ની આખી ટીમે ધ આર્ચીઝ ના ગીત ‘વા વા વૂમ’ પર ડાન્સ કર્યો હતો. જેમાં સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ની કેમેસ્ટ્રી એ લોકો નું દિલ જીતી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચન ના પૌત્ર અગસ્ત્ય નંદા વિશે ઘણા સમયથી અહેવાલો આવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેના એકસાથે ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Travis Head: ટ્રેવિસ હેડના નામનું લગાવ્યું સિંદૂર, મોડલ હેમોશ્રી ભદ્રાએ વર્લ્ડ કપ ચેમ્પિયન સાથે લગ્ન કર્યા.. જુઓ વાયરલ વિડીયો
