News Continuous Bureau | Mumbai
Suhana khan: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ અગાઉ બંને ના ડેટિંગ ના સમાચાર પણ વહેતા થયા હતા. હવે ગઈકાલે અગસ્ત્ય નંદા એ પોતાનો 23 મોં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.આ સેલિબ્રેશન ના ઘણા વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું તે હતો સુહાના ખાન નો વિડીયો જેમાં તે અગસ્ત્ય નંદા નો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.
સુહાના ખાન નો વિડીયો
અગસ્ત્ય નંદા એ મોડી રાત્રે તેની ફિલ્મ ધ આર્ચીઝ ના કો-સ્ટાર સાથે જન્મદિવસની કેક કાપી હતી. આ દરમિયાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને મિહિર આહુજા પણ તેની સાથે જોવા મળ્યા હતા તેમજ અગસ્ત્ય ની બહેન નવ્યા નવેલી નંદા ની પણ એક ઝલક જોવા મળી રહી છે.
આ વિડિયો સુહાના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે આ વિડીયો સિવાય સુહાનાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જન્મદિવસની પાર્ટીનો એક ફોટો પણ શેર કર્યો છે.

આ ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં ‘BIRTHDAY BOY’ લખ્યું છે.
આ સમાચાર પણ વાંચોઃ Rajkumar hirani Dunki: 22 ડિસેમ્બરે નહીં પરંતુ આ તારીખે રિલીઝ થશે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી, રાજકુમાર હીરાની એ કરી નવી ડેટ ની જાહેરાત