News Continuous Bureau | Mumbai
Suhana Khan: સુહાના ખાન એ બોલિવૂડ ના કિંગ ખાન શાહરુખ ખાન ની દીકરી છે. સુહાના ખાને ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ માં સુહાના ખાન ના અભિનય ના ખુબ વખાણ થયા હતા. સુહાના ખાન ની સોશિયલ મીડિયા પર તગડી ફેન ફોલોઈંગ છે. હવે સુહાના ખાન વિશે એવી ખબર આવી રહી છે કે તેને મુંબઈ નજીક આવેલા અલીબાગ માં એક પ્રોપર્ટી ખરીદી છે. જેની કિંમત કરોડોમાં છે.
સુહાના ખાને ખરીદી પ્રોપર્ટી
મીડિયા રિપોર્ટ મુજબ સુહાના એ થલ ગામમાં 9.5 કરોડ રૂપિયામાં જમીન ખરીદી છે. આ માટે તેણે રૂ.57 લાખની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. દસ્તાવેજો અનુસાર, અલીબાગ માં રાયગઢ જિલ્લામાં આવેલા થલ ગામની જમીન નુંકદ 78,361 ચોરસ ફૂટ છે. રિપોર્ટ મુજબ સુહાના એ 13 ફેબ્રુઆરી, 2024 ના રોજ 30,000ની નોંધણી ફી ચૂકવી છે. રિપોર્ટ મુજબ આ જમીન એક એગ્રીકલ્ચર જમીન છે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શું ખરેખર શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા નું હતું અફેર? વર્ષો બાદ કિંગ ખાન ના મિત્ર એ જણાવી હકીકત
તમને જણાવી દઈએ કે સુહાના પહેલા તેના પિતા શાહરૂખ ખાનની પણ અલીબાગના આ વિસ્તારમાં પ્રોપર્ટી છે.
