News Continuous Bureau | Mumbai
બોલિવૂડનો બાદશાહ એટલે કે શાહરૂખ ખાન તેના ઉત્તમ અભિનયની સાથે સાથે ઉત્તમ બુદ્ધિ માટે પણ જાણીતો છે. આના અનેક ઉદાહરણો આપણે જોઈ ચૂક્યા છીએ. શાહરૂખ ખાન તેની બુદ્ધિના કારણે ક્યારેક તેના ટ્રોલર્સ ને જડબાતોડ જવાબ આપે છે તો ક્યારેક તે તેના ફેન્સને હસાવતો જોવા મળે છે. જો કે, આ વખતે અભિનેતાએ આ પ્રતિભા નો ઉપયોગ તેની પ્રિય પુત્રી સુહાના ખાન માટે કર્યો છે.
સુહાના ખાને શેર કરી તેની ગ્લેમરસ તસવીર
વાસ્તવમાં, સુહાના ખાને હાલમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના કેટલાક ખૂબ જ ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. સુહાના એ ફરી એકવાર આ તસવીરો સાથે ઈન્ટરનેટ ધૂમ મચાવી છે. અભિનેત્રી ના ગ્લેમરસ અને ક્લાસી લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. ઘણા સેલેબ્સે તેના ફોટા પર કોમેન્ટ કરીને ઘણો પ્રેમ વરસાવ્યો છે. તે જ સમયે, ચાહકો પણ સુહાના ખાન ના લુકના વખાણ કરતા જોવા મળ્યા હતા. જો કે આ બધાની વચ્ચે શાહરૂખ ખાને પોતાની દીકરી ની આ તસવીરો જોયા બાદ એવી વાત કહી કે જેને વાંચીને લોકો હસવાનું રોકી શકશે નહીં.
સુહાના ખાન ની પોસ્ટ પર શાહરુખ ખાને કરી આવી કમેન્ટ
જણાવી દઈએ કે સુહાના ખાને તેની લેટેસ્ટ પોસ્ટમાં એક સાથે ત્રણ ફોટો શેર કર્યા છે. આમાંથી એક ફોટોમાં તેણે બ્લેક બેકલેસ ગાઉન પહેર્યું છે, બીજા ફોટોમાં તે ગૌરી ખાન અને શનાયા કપૂર સાથે ઉભી છે અને ત્રીજા ફોટોમાં સુહાના ક્યૂટ પિંક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. પોતાની દીકરીના આ ફોટા જોયા બાદ શાહરૂખ ખાને કોમેન્ટ કરી હતી કે, ‘બહુ સુંદર બેબી… તમે આખો દિવસ પાયજામા પહેરીને ઘરમાં ફરો છો તેનાથી કેટલો અલગ દેખાવ છે.’ શાહરૂખે આ ફની સ્ટાઇલથી પોતાની દીકરી સુહાના ની પોલ ખોલીછે.કિંગ ખાનની આ કોમેન્ટ વાંચીને હવે લોકો હસવાનું રોકી શકતા નથી. એટલું જ નહીં, શાહરૂખની કમેન્ટને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકો એ લાઈક પણ કરી છે.
