News Continuous Bureau | Mumbai
Suhana khan: દેશભરમાં દિવાળી ની ઉજવણી થઇ રહી છે. આદિવસો માં સેલેબ્રીટી દિવાળી પાર્ટી ના આયોજન માં વ્યસ્ત છે. તાજેતરમાં, ફિલ્મ નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રા દ્વારા આયોજિત દિવાળી પાર્ટીમાં ઘણા સેલેબ્રીટી એ હાજરી આપી હતી. આ પાર્ટીમાં ધ આર્ચીઝ સ્ટાર સુહાના ખાને પણ હાજરી આપી હતી જેમાં તે ગોલ્ડન સાડી પહેરી ને પહોંચી હતી.
દિવાળી પાર્ટીમાં સુહાના ખાન નો લુક
ફિલ્મ નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રા ની દિવાળી પાર્ટી માં શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન ટ્રેડિશનલ લુક માં જોવા મળી હતી. આ દરમિયાન સુહાના ગોલ્ડન નેટ સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી. સુહાના ખાને સાડીને મેચિંગ ગોલ્ડન એમ્બેલ્ડ બ્લાઉઝ પહેર્યો હતો. આ આઉટફિટ સાથે સુહાના એ શાઈનિંગ મેકઅપ કર્યો હતો આ સાથે અભિનેત્રી એ ફ્રી હેરસ્ટાઇલ અને સ્ટેટમેન્ટ ડાયમંડ સ્ટડની જોડી સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, સુહાના ખાન ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી એક્ટિંગમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
આ સમાચાર પણ વાંચો : Kartik aryan: શું ફરી એકબીજા ની નજીક આવ્યા સારા અલી ખાન અને કાર્તિક આર્યન? બ્રેકઅપ બાદ પહેલી વાર અભિનેત્રી ના ઘરે સ્પોટ થયો અભિનેતા