Site icon

સુમોના ચક્રવર્તી ‘ધ કપિલ શર્મા શો’માં પરત ફરશે, નવી રીતે દર્શકોને આપશે ખાસ સરપ્રાઈઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

અભિનેત્રી સુમોના ચક્રવર્તી 'ધ કપિલ શર્મા શો'નો ભાગ નથી એવી તમામ અટકળો પૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અભિનેત્રી સુમોનાએ તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર શોના સેટ પરથી એક તસવીર શૅર કરીને, આ અફવાઓને ફગાવી દીધી છે. આ સાથે, તેણે જાહેરાત કરી છે કે તે 'કામ પર પાછી' આવી છે. સુમોનાએ શૅર કરેલી તસવીરમાં તે 'ધ કપિલ શર્મા શો'ની ટીમના સભ્ય સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. નવી સિઝનના પ્રોમોમાંથી ગુમ થયા બાદ સુમોનાએ શો છોડ્યો હોવાની અફવાઓ ફેલાવાની શરૂ થઈ. આ પ્રોમો તાજેતરમાં કપિલે પોતાના સોશિયલ ઍકાઉન્ટ પરથી શૅર કર્યો હતો. એ જ સમયે, જજ અર્ચના પૂરન સિંહે પણ સુમોનાના શોમાં પાછા આવવાની પુષ્ટિ કરી અને કહ્યું કે સુમોના શોનો એક ભાગ છે. અર્ચના પૂરન સિંહે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું, 'જો તમને લાગે કે સુમોના શોમાં નથી, તો તમને જલદી સરપ્રાઈઝ મળવાની છે. શોમાં સુમોનાનો અવતાર ઘણો જ અલગ હશે, પણ આપણી પાસે એ જ સુંદર સુમોના હશે.’ 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં થવાની છે એક હસીનાની એન્ટ્રી ,રહી ચૂકી છે ક્રિતી સેનન ની કો -સ્ટાર

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version