Site icon

શું સુનીલ શેટ્ટીએ દીકરી આથિયાના લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે? મોટી માહિતી આવી સામે

News Continuous Bureau | Mumbai

સુનીલ શેટ્ટીની (Sunil Shetty) દીકરી આથિયા શેટ્ટી (Athiya Shetty)ભારતીય ક્રિકેટર કેએલ રાહુલને (KL Rahul) લાંબા સમયથી ડેટ કરી રહી છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે આ પહેલા તેમના સંબંધોને લાંબા સમય સુધી ગુપ્ત રાખ્યા હતા, પરંતુ ફિલ્મ 'તડપ'ના (Tadap) પ્રીમિયરમાં બંનેએ એકસાથે એન્ટ્રી કરીને પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા, જેના પછી તેમના લગ્નના અહેવાલો (Wedding) સામે આવી રહ્યા છે. હવે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન સાથે સંબંધિત એક સમાચાર સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સુનીલ શેટ્ટીએ તેની પુત્રીના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Join Our WhatsApp Community

તાજેતરના અહેવાલ મુજબ, સુનીલ શેટ્ટી (Sunil Shetty)તેની પુત્રીના લગ્નને લઈને ખૂબ જ ભાવુક છે અને અભિનેતા તેની પુત્રીના લગ્ન માટે કોઈ કસર છોડવા માંગતો નથી. આ કારણોસર સુનીલ શેટ્ટીએ તેની પુત્રીના લગ્નની તૈયારીઓ (Wedding preparation) શરૂ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર, સુનીલ શેટ્ટીએ ખાસ દિવસ માટે સારી હોટલ, (Hotel)કેટરર્સ (Caterers)અને ડિઝાઇનર્સ (Designers) પણ બુક કરાવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અથિયાના લગ્ન સમારોહ નો  દિવસ હશે.થોડા દિવસો પેહલા  એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલ (KL Rahul) ડિસેમ્બરમાં લગ્ન કરશે. આ બંનેનો પરિવાર દક્ષિણ ભારતનો  (South indian)છે અને આ કારણે બંનેના લગ્ન પણ દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ થશે. આ લગ્નમાં સિનેમાની દુનિયાથી લઈને ક્રિકેટ સુધીના તમામ ચહેરા જોવા મળશે. લગ્ન જુહુની એક ફાઈવ સ્ટાર હોટલમાં થશે.

આ સમાચાર પણ વાંચો : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના આ કલાકાર પહોંચ્યા જામનગર માં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે, શતાબ્દી સેવક અભિવાદન સમારોહ માં લીધો ભાગ

આ સિવાય આથિયા શેટ્ટી અને કેએલ રાહુલને (Athiya Shetty KL Rahul) લગતો એક અન્ય અહેવાલ સામે આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને લગ્ન પહેલા લિવ-ઈન (Liv in)કરવાની તૈયારી કરી રહ્યા છે અને આ માટે તેઓએ એક ઘર પણ જોયું છે. બંનેએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના (Ranbir-Alia)ઘર 'વાસ્તુ' (Vastu)પાસે બંગલો લીધો છે, જેમાં બંને જલ્દી શિફ્ટ થાય તેવી શક્યતા છે. આ ઘરનું ભાડું 10 લાખ રૂપિયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Alia Bhatt: ‘લવ એન્ડ વોર’ ના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ માટે માતૃત્વ સૌથી મોટી ચેલેન્જ, દીકરી રાહા માટે લીધો આવો નિર્ણય
Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 15 વર્ષના લીપની ચર્ચા પર અભીરા એ તોડ્યું મૌન, સમૃદ્ધિ શુકલા એ જણાવી હકીકત
Saiyaara OTT Release: સૈયારા ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અહાન અને અનીત ની ફિલ્મ
Ajey – The Untold Story Of A Yogi Trailer: યોગી આદિત્યનાથના જીવનની અનટોલ્ડ સ્ટોરી દર્શાવતું અજય નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ,, ટ્રેલર જોઈને લોકો થયા ભાવુક
Exit mobile version