Site icon News Continuous Bureau | Mumbai

Sunil Shroff : OMG 2 એકટર સુનિલ શ્રોફે દુનિયાને કહ્યું અલવિદા, 66 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ….

Sunil Shroff :અભિનેતા સુનીલ શ્રોફ નું નિધન થયું છે. અહેવાલો અનુસાર, સુનીલ શ્રોફની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી નહોતી. તેઓ બીમાર હતા.

Sunil Shroff : OMG 2 Actor Sunil Shroff passed away at the age of 66

Sunil Shroff : OMG 2 Actor Sunil Shroff passed away at the age of 66

News Continuous Bureau | Mumbai 

Sunil Shroff : બોલિવૂડમાંથી ( Bollywood ) વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. અભિનેતા રિયો કાપડિયાનું ગુરુવારે નિધન થયું હતું. દરમિયાન આજે ( Actor) અભિનેતા સુનીલ શ્રોફ (Sunil Shroff) નું નિધન (  passed away ) થયું છે. તેમના મૃત્યુનું કારણ હજુ બહાર આવ્યું નથી, પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાનું જાણવા મળે છે.

Join Our WhatsApp Channel

છેલ્લા કેટલાક દિવસોથી હતા બીમાર

અહેવાલો અનુસાર, સુનીલ શ્રોફની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી નહોતી. તેઓ બીમાર હતા. આખરે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા. સુનીલે થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર OMG 2 એક્ટર પંકજ ત્રિપાઠી સાથેની એક તસવીર શેર કરી હતી.

જાહેરાતો પણ કામ કરી ચૂક્યા છે કામ

સુનિલ શ્રોફે શર્મિલા ટાગોરથી રાધિકા મંદાના જેવી અભિનેત્રીઓ સાથે ઘણી જાહેરાતોમાં કામ કર્યું છે. ફિલ્મોની સાથે સાથે તે ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો પણ કામ કરી ચૂક્યા છે. સુનીલ શ્રોફે ઓહ માય ગોડ 2 પહેલા શિદ્દત, ધ ફાઇનલ કોલ, કબાડ ધ કોઈન, જુલી, અભય જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ક્યારેક ડોક્ટર તરીકે તો ક્યારેક પિતાની ભૂમિકા ભજવીને તેમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી.

આ સમાચાર પણ વાંચો : Double Decker Bus : ગુડબાય ડબલ ડેકર બસ! મુંબઈની આઈકોનિક ડબલ ડેકર લાલ બસની 86 વર્ષની યાત્રા આજે થઇ પુરી.. જુઓ વિડીયો.

બોલિવૂડમાં એક પછી એક અનેક દિગ્ગજો આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. રિયો પહેલા શોલેના એક્ટર બિરબલ ખોસલાનું નિધન થયું હતું. તેઓ 84 ​​વર્ષના હતા. તેમણે 12 સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા.

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version