News Continuous Bureau | Mumbai
Sunny deol: દિવાળી ના અવસર પર રિલીઝ થયેલી સલમાન ખાન અને કેટરીના કેફ ની ફિલ્મ ‘ટાઈગર 3’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણીના મામલે 200 કરોડ નો આંકડો પર કરી લીધો છે. અત્યારે સલમાન ખાન, કેટરીના કેફ અને ઇમરાન હાશ્મી ટાઇગર 3 ની સફળતા નો આનંદ માણી રહ્યા છે. હવે ટાઇગર 3 ની સફળતા વચ્ચે સલમાન ખાન ના મિત્ર સની દેઓલે તેને સોશિયલ મીડિયા પર અનોખી રીતે અભિનંદન પાઠવ્યા છે.
સની દેઓલે પાઠવ્યા સલમાન ખાન ને અભિનંદન
ટાઇગર 3 ની સફળતા ની વચ્ચે સની દેઓલે સલમાન ખાન ને અભિનંદન પાઠવ્યા છે. સની દેઓલે તેના સોશિયલ મીડિયા પર તેની સલમાન ખાન સાથેની એક તસવીર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું, ‘જીત ગયે.’ તમને જણાવી દઈએ કે આ જોડીએ 1996માં ‘જીત’ નામની રોમેન્ટિક-એક્શન ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, જેમાં કરિશ્મા કપૂર, અમરીશ પુરી અને તબ્બુ પણ હતા.
તમને જણાવી દઈએ કે, ‘ટાઈગર 3’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. સલમાન ખાન અને કેટરીના કૈફની આ એક્શન ફિલ્મમાં ઈમરાન હાશ્મીએ વિલનની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં અંદાજે 371 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ સમાચાર પણ વાંચોઃ Tara Sutaria Birthday: મલ્ટી ટેલેન્ટેડ છે તારા સુતારિયા, જન્મ દિવસ પર જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો
