Site icon News Continuous Bureau | Mumbai

Sunny deol: શું નિતેશ તિવારી ની ‘રામાયણ’ માં થઇ ગદર 2 સ્ટાર સની દેઓલ ની એન્ટ્રી? આ મહત્વ ની ભૂમિકા માટે નિર્માતા એ કર્યો અભિનેતા નો સંપર્ક

Sunny deol: નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’ આ દિવસોમાં સતત ચર્ચામાં છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા માં જોવા મળશે. જ્યારે સાઉથ અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. આ સિવાય કેજીએફ સ્ટાર યશ રાવણના રોલમાં જોવા મળશે.હવે ફિલ્મ સાથે વધુ એક અભિનેતા નું નામ જોડાયું છે.

sunny deol may seen in nitesh tiwari ramayan makers contact him for lord hanuman role

sunny deol may seen in nitesh tiwari ramayan makers contact him for lord hanuman role

News Continuous Bureau | Mumbai 

 Sunny deol: આદિપુરુષ બાદ હવે નિતેશ તિવારી ની રામાયણ ને લઇ ને ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ માં ભગવાન રામ ની ભૂમિકા માટે રણબીર કપૂર ની પસંદગી કરવામાં આવી છે. જ્યારેકે માતા સીતા ના રોલ માં સાઉથ ની સુપરસ્ટાર અભિનેત્રી સાઈ પલ્લવી જોવા મળશે. પહેલા આ ભૂમિકા આલિયા ભટ્ટ ને ઓફર કરવામાં આવી હતી. સાઉથ સુપરસ્ટાર યશ રાવણ ના રોલ માં જોવા મળશે. હવે આ ફિલ્મની કાસ્ટને લઈને એક નવું અપડેટ આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકા ભજવશે. મીડિયા રિપોર્ટ અનુસાર,ફિલ્મ ની ટીમે ભગવાન હનુમાનની ભૂમિકા માટે સની દેઓલ નો સંપર્ક કર્યો છે.

Join Our WhatsApp Channel

 

ભગવાન હનુમાન માટે સની દેઓલ નો સંપર્ક 

એક સૂત્રએ ન્યૂઝ પોર્ટલને જણાવ્યું કે ‘નિતેશ તિવારી અને તેમની ટીમના સભ્યો નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સની દેઓલ સાથે વાતચીત કરી રહ્યા છે. અભિનેતાએ કથિત રીતે નિતેશ તિવારીની રામાયણની પ્રસ્તુતિનો ભાગ બનવામાં રસ દર્શાવ્યો છે અને તે ભગવાન હનુમાનની ભૂમિકા ભજવવા માટે ઉત્સાહિત પણ છે.જો કે હજુ સુધી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નિર્માતાઓએ અત્યાર સુધી આ અંગે મૌન જાળવી રાખ્યું છે અને કલાકારોની વિગતો પણ ગુપ્ત રાખી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને સાઈ ફેબ્રુઆરી 2024 થી આ ફિલ્મ નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મને 2025માં મોટા પડદા પર રજૂ કરવાની યોજના છે.

આ સમાચાર પણ વાંચો : Akshay kumar: પાન મસાલા ની જાહેરાત માં અક્ષય કુમાર ને જોયા બાદ અભિનેતા પર ફૂટ્યો લોકોનો ગુસ્સો, ખિલાડી કુમારે સ્પષ્ટીકરણ આપતા કહી આ વાત

સની દેઓલ ની ગદર 

11 ઓગસ્ટે રિલીઝ થયેલી સની દેઓલ ની ફિલ્મ ગદર 2 એ સિનેમા ઘરો માં ધૂમ મચાવી હતી આ ફિલ્મે પઠાણ નો પણ રેકોર્ડ તોડ્યો હતો. ગદર 2 ની સફળતા બાદ સાની દેઓલ ના સ્ટાર ચમક્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. સનીની સાથે અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા, મનીષ વાધવા અને સિમરત કૌર પણ મુખ્ય ભૂમિકામાં છે.

AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Indias Got Latent Faces Legal Trouble સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ફરી વિવાદોમાં મુકેશ છાબડા અને નેટફ્લિક્સ ઈન્ડિયા સામે ઔપચારિક ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો!
Richest Indian Actor Title સંપત્તિમાં ₹૨૫૦૦ કરોડનો જંગી કડાકો છતાં શાહરુખ ખાન ભારતનો સૌથી અમીર એક્ટર સલમાન ખાન અને અમિતાભ બચ્ચન કેટલા પાછળ? જુઓ આંકડા!
Udta Teer Trailer Out ‘ઉડતા તીર’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ પાકિસ્તાની જાસૂસ બન્યા આયુષ્માન ખુરાના, સારા અલી ખાન સાથે ભરપૂર એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ!
Exit mobile version