News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સેલેબ્સ અવારનવાર તેમની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. દરમિયાન, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બોલિવૂડ અભિનેતા સની દેઓલના પુત્ર અને ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં જ અભિનેતા લગ્નના બંધનમાં બંધાશે . એવું કહેવામાં આવી રહ્યું છે કે કરણ દેઓલે સમગ્ર પરિવારની હાજરીમાં ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની એનિવર્સરી પર સગાઈ કરી હતી.
કરણ દેઓલે કરી લીધી ગુપચુપ સગાઈ
એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ અનુસાર, સૂત્રએ કહ્યું, ‘છોકરી વિશે વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ કરણ અને તે છેલ્લા કેટલાક સમયથી ડેટ કરી રહ્યા છે અને બંને લગ્નને લઈને ઉત્સાહિત છે. હાલમાં જ ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની એનિવર્સરી પર બંનેએ સગાઈ કરી હતી, જેમાં પરિવાર અને કેટલાક પસંદગીના મિત્રો સામેલ થયા હતા. લગ્નમાં માત્ર સંબંધીઓ અને નજીકના મિત્રો જ સામેલ થશે અને તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
કરણ દેઓલ ની ટીમે આપ્યો આ જવાબ
હવે એક મીડિયા હાઉસે તેના અહેવાલમાં જણાવ્યું છે કે કરણની ટીમે આ અહેવાલોને અફવા ગણાવી છે. રિપોર્ટ અનુસાર, કરણની ટીમે કહ્યું, “કરણ અને દ્રષ્ટિ બાળપણના મિત્રો છે. તેમની સગાઈના સમાચાર સાચા નથી.” તમને જણાવી દઈએ કે, આ વર્ષે વેલેન્ટાઇન ડે પર, કરણ દુબઈમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો અને કદાચ તે દ્રષ્ટિ જ હશે. અહેવાલો અનુસાર, કરણ દેઓલ ની અફવા વાળી ગર્લફ્રેન્ડ ને સિનેમેટિક ગ્લેમર સાથે કોઈ લેવાદેવા નથી.
