Site icon

Sunny deol Border 2: સની દેઓલ ની ફિલ્મ બોર્ડર 2 માં થઇ બોલિવૂડ ના ટેલેન્ટેડ અભિનેતા ની એન્ટ્રી, ચાહકો ને મળશે મોટું સરપ્રાઈઝ

Sunny deol Border 2: સની દેઓલની ફિલ્મ ગદર 2 ની સફળતા બાદ ચાહકો હવે બોર્ડરના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મ માં સની દેઓલ ની સાથે બીજા એક ટેલેન્ટેડ અભિનેતા ની એન્ટ્રી થઇ છે.

sunny deol starrer border 2 will have ayushmann khurrana in lead role

sunny deol starrer border 2 will have ayushmann khurrana in lead role

News Continuous Bureau | Mumbai

Sunny deol Border 2:આ દિવસોમાં સની દેઓલ તેની ફિલ્મ ગદર 2 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે.આ સિવાય ગદર 2 એ ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ગદર 2 બીજા સ્થાને છે. હવે ચાહકો સની દેઓલ ની સુપરહિટ ફિલ્મ બોર્ડર ની સિક્વલ ની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે બોર્ડર જ્યારે રીલિઝ થઈ ત્યારે તે સુપરહિટ ફિલ્મ હતી અને હવે તેનો બીજો ભાગ બોર્ડર 2 આવવાનો છે. પહેલેથી જ કહેવામાં આવી રહ્યું હતું કે જેપી દત્તા ની બોર્ડર 2 સની દેઓલ સાથે બની રહી છે. પરંતુ હવે આ ફિલ્મમાં અન્ય એક અભિનેતા પણ જોડાઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

આ  સમાચાર પણ વાંચો : Salman khan dance video: ડાન્સ પરફોર્મન્સ દરમિયાન સલમાન ખાન ની હાલત જોઈ ફેન્સ થયા ચિંતિત, ભાઈજાન ને આપી આ સલાહ

 

સની દેઓલ ની બોર્ડર 2 માં થઇ આયુષ્માન ખુરાના ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ અનુસાર આયુષ્માન ખુરાના પણ સની દેઓલ ની સાથે બોર્ડર 2 માં જોવા મળશે.આ મામલે  આયુષ્માન સાથે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ વાતચીત અંતિમ તબક્કામાં પહોંચશે. રિપોર્ટ્સ અનુસાર, સની સાથે આયુષ્માન લીડ રોલમાં હશે અને આ ફિલ્મને જેપી દત્તા સાથે મળીને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે. બંનેનો ઉદ્દેશ્ય આ ફિલ્મને ભારતની સૌથી મોટી યુદ્ધ ફિલ્મ બનાવવાનો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ હજુ સ્ક્રિપ્ટીંગ સ્ટેજમાં છે અને અન્ય કલાકારોની જરૂર પડશે અને તે ફાઇનલ થતાં જ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષના મધ્યમાં શરૂ થશે.

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version