Site icon

Sunny Deol: 35 વર્ષ નાની અભિનેત્રી સાથે કામ કરવા માંગે છે સની દેઓલ, કહ્યું કોઈ પણ રોલ ચાલશે

Sunny Deol બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદર 2 એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડીને એક દાખલો બેસાડ્યો છે. ફિલ્મની સફળતા બાદ સની હવે આ અભિનેત્રી સાથે કામ કરવા માંગે છે.

sunny deol want to work with alia bhatt after success of gadar 2

Sunny Deol: 35 વર્ષ નાની અભિનેત્રી સાથે કામ કરવા માંગે છે સની દેઓલ, કહ્યું કોઈ પણ રોલ ચાલશે

News Continuous Bureau | Mumbai

Sunny Deol: બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદર 2 એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડીને એક દાખલો બેસાડ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 465 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને તે 500 કરોડના ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. ફિલ્મ હિટ બનતા પહેલા સનીને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી હતી. કોણ જાણતું હતું કે તારા સિંહ અને સકીના વચ્ચેની ગદરની કેમિસ્ટ્રીનો જાદુ ફરી એકવાર લોકોના મનમાં વસી જશે. ફિલ્મની સફળતાથી સની દેઓલ ખૂબ જ ખુશ છે, તેણે આટલો પ્રેમ આપવા બદલ ભાવુક રીતે ચાહકોનો આભાર માન્યો હતો. રસપ્રદ વાત એ છે કે સનીએ બોલીવુડ અભિનેત્રી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ આલિયા ભટ્ટ છે. સની દેઓલે કહ્યું હતું કે તે આલિયા સાથે કામ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની લવ સ્ટોરી, રોકી ઔર રાની રિલીઝ થઈ છે. આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ટકી રહી છે અને સારો બિઝનેસ કરી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Suhana khan: બોયફ્રેન્ડ દ્વારા તેની સાથે છેતરપિંડી કરવામાં આવશે તો શું કરશે સુહાના ખાન? શાહરૂખ ખાનની લાડલી દીકરી એ આપ્યો જબરદસ્ત જવાબ

આલિયા ભટ્ટ સાથે કામ કરવા માંગે છે સની દેઓલ 

સની દેઓલે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે બોલિવૂડ અભિનેત્રી સાથે કામ કરવા માંગે છે. આલિયા ભટ્ટનું નામ લેતા સની દેઓલે કહ્યું કે ‘એવું જરૂરી નથી કે કોઈ રોલ એવો હોવો જોઈએ જેમાં આલિયાની સામે તેને કાસ્ટ કરવામાં આવે. હું આલિયાને પસંદ કરું છું. હું તેની સાથે ફિલ્મ કરવા માંગુ છું.હું એમ નથી કહેતો કે અમને બંનેને હીરો-હિરોઈન તરીકે લેવા જોઈએ. તે કોઈપણ ભૂમિકા હોઈ શકે છે. ભલે તે પિતા અને પુત્રીનો રોલ હોય’ સની દેઓલના નિવેદનથી એક વાતની પુષ્ટિ થાય છે કે તે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. હવે જોવાનું એ રહે છે કે સનીની આ ઈચ્છા ક્યારે પૂરી થાય છે.

Aishwarya Rai Birthday: એશ્વર્યા રાયે ઠુકરાવેલી સુપરહિટ ફિલ્મો, જેણે અન્ય અભિનેત્રીઓની કિસ્મત બદલી
Akash Ambani and Shloka Mehta: હેલોવીન પાર્ટી માં આકાશ અને શ્લોકા એ લૂંટી લાઈમલાઈટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
Aishwarya Rai Bachchan birthday: મિસ વર્લ્ડથી લઈને સુપરહિટ ફિલ્મો અને લક્ઝરી લાઈફસ્ટાઈલ સુધી, જાણો એશ્વર્યા રાય બચ્ચન ની સફર
Bollywood Halloween Party: બોલીવૂડની હેલોવીન પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, અલગ જ અંદાજ માં જોવા મળી નીતા અંબાણી
Exit mobile version