Site icon

Jacqueline Fernandez: જેકલીન ફર્નાન્ડિઝ ને લાગ્યો સુપ્રીમ કોર્ટ થી મોટો ઝટકો, અભિનેત્રી ની આ અરજી ફગાવવામાં આવી, જાણો સમગ્ર મામલો

Jacqueline Fernandez: સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા કેસમાં ECIR રદ કરવાની માંગને સુપ્રીમ કોર્ટે નકારી, ટ્રાયલનો સામનો કરવો પડશે

Supreme Court Dismisses Jacqueline Fernandez’s Plea in ₹200 Crore Money Laundering Case

Supreme Court Dismisses Jacqueline Fernandez’s Plea in ₹200 Crore Money Laundering Case

News Continuous Bureau | Mumbai

Jacqueline Fernandez: બોલીવૂડ અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડિઝ ને  200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા આ કેસમાં Enforcement Directorate (ED) દ્વારા દાખલ કરાયેલ ECIR (Enforcement Case Information Report) રદ કરવાની તેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

જસ્ટિસ ની બેંચે કહ્યું કે “અમે આ તબક્કે હસ્તક્ષેપ નહીં કરીએ.” આ સાથે જ દિલ્હી હાઈકોર્ટના 3 જુલાઈના ચુકાદાને યથાવત રાખવામાં આવ્યો, જેમાં જૅકલીનની અરજી ફગાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટથી રાહત ન મળવાથી હવે જૅકલીન ફર્નાન્ડિઝને ટ્રાયલનો સામનો કરવો પડશે. ED દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓના આધારે કાર્યવાહી આગળ વધશે. તેમ છતાં, કાનૂની નિષ્ણાતો કહે છે કે જૅકલીન પાસે હજુ પણ અપિલ અને જામીન જેવા વિકલ્પો ખુલ્લા છે.


સુકેશ ચંદ્રશેખર પર રેનબેક્સીના પૂર્વ પ્રમોટર્સની પત્નીઓ પાસેથી 200 કરોડની ઠગાઈ કરવાનો આરોપ છે. EDના દાવા મુજબ, સુકેશે જૅકલીનને કિંમતી ભેટો આપી હતી અને તેમના સંપર્કમાં રહ્યો હતો. આ કારણે જૅકલીનને આરોપી બનાવવામાં આવી છે અને તેઓ અનેકવાર EDના દફ્તર પર પૂછપરછ માટે હાજર રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay wedding: લગ્નની અટકળો વચ્ચે વિજય દેવરકોંડાનું ઘર રોશનીથી ઝળહળ્યું, રશ્મિકા મંદાના સાથેના વીડિયોએ જીત્યા દિલ
Mardaani 3 OTT Release: શું તમે ‘મર્દાની 3’ જોવાનું ચૂકી ગયા છો? જાણો કયા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે રાનીની આ ફિલ્મ.
Vivek Agnihotri Operation Sindoor Film: ઉરી’ જેવો જ ધમાકો! વિવેક અગ્નિહોત્રીએ ‘ઓપરેશન સિંદૂર’ માટે મિલાવ્યો ભૂષણ કુમાર સાથે હાથ; જાણો શું છે આ મિશનની વાર્તા
Yeh Rishta Kya Kehlata Hai Latest Update: ‘યે રિશ્તા…’ માં નવી એન્ટ્રીથી મચશે ખળભળાટ! શું અભીરા અને મુક્તિના સંબંધોમાં આવશે કાયમી તિરાડ?
Exit mobile version