Site icon News Continuous Bureau | Mumbai

સુરભી ચંદનાએ નાગિન ડ્રેસમાં બતાવ્યો ગ્લેમરસ અવતાર, તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Channel

શુક્રવાર

ટીવી એક્ટ્રેસ સુરભી ચાંદના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એકતા કપૂરના અલૌકિક શો નાગીનની સિઝન 6 શરૂ થવાની છે. આ શોમાં સુરભી આદીનાગીનના રોલમાં જોવા મળશે. સુરભીએ નાગીનના અવતારમાં ફોટા શેર કર્યા છે.

સુરભી હવે નાગિન 6 માં જોવા મળશે. તે લાંબા સમય પછી કોઈ શોમાં જોવા મળશે. સુરભીએ ચાહકોને નાગિન 6 થી તેનો લુક બતાવ્યો છે. તેણે આદિ નાગીન ના અવતારમાં ફોટા શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

સુરભીએ રેડ કલરના આઉટફિટમાં ફોટા શેર કર્યા છે. આ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સુરભીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ તસવીરો શેર કરતી વખતે સુરભીએ લખ્યું- આદિનાગીન કા વાર. નાગિન 6. બસંત પંચમી. સુરભીએ આ ફોટોશૂટ જંગલમાં કરાવ્યું છે. આ તસવીરોમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

શ્વેતા તિવારીની દીકરી બોલીવુડમાં કરવા જઈ રહી છે ડેબ્યૂ, આ અભિનેતા સાથે જોવા મળશે પલક! જાણો વિગત

તમને જણાવી દઈએ કે સુરભી લાંબા સમય પછી કોઈ શો કરવા  જઈ રહી છે. સુરભીનો લુક જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે કારણ કે તે ફરી એકવાર તેની ફેવરિટ એક્ટ્રેસને ટીવી પર જોવા જઈ રહ્યા છે.

‘નાગિન 6’ ની  ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ શો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો અદા ખાન ફરી એકવાર નાગિન સિરીઝમાં જોવા મળશે.

Honey Singh Cyber Cell Summons વિવાદાસ્પદ ગીત અને અશ્લીલતા મામલે યો યો હની સિંહ સામે સાયબર સેલની કડક કાર્યવાહી; હાજર થવા સમન્સ જારી
Ramayana Movie Rashtrapati Bhavan Screening રાજનેતાઓ અને મંત્રીઓ માટે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે ‘રામાયણ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ મેકર્સની મોટી તૈયારી
Ranbaali Censor Board Clearance ‘રણબાલી’ને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી એકપણ કટ વિના પાસ થઈ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ફિલ્મ
Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Exit mobile version