Site icon News Continuous Bureau | Mumbai

મોસ્ટ સર્ચ સેલિબ્રિટીઝ લિસ્ટમાં બૉલીવુડનો દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ટોચ પર, તો અભિનેત્રી રિયા ચક્રવર્તી છે આ ક્રમે… જાણો વિગતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Channel

03 ડિસેમ્બર 2020 

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ભલે આજે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમના ચાહકો તેને ભૂલી શક્યા નથી. આનો પુરાવો યાહૂ દ્વારા શેર કરાયેલ ડેટા છે, જે મુજબ વર્ષ 2020 માં લોકોએ સુશાંત સિંહ રાજપૂતને સૌથી વધુ સર્ચ કર્યા છે. યાહૂએ આ ડેટામાં જણાવ્યું છે કે મોટાભાગના ભારતીયો ઇન્ટરનેટ પર સુશાંતની પર્સનલ લાઇવ અને તેના સંબંધિત જાણકારી વિશે સર્ચ કર્યું હતું. આ વર્ષે ટ્રેન્ડિંગ લિસ્ટમાં તે ટોચ પર છે.

 

યાહૂએ સુશાંતને આ વર્ષે ભારતનો સૌથી વધુ સર્ચ સેલિબ્રિટીનો દરજ્જો આપ્યો છે. અભિનેત્રીઓની વાત કરીએ તો સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી આ યાદીમાં ટોચ પર છે. આ યાદીમાં ટોચના 10 માં સુશાંત સિંહ રાજપૂત ઉપરાંત ઇરફાન ખાન, રિશી કપૂર અને વિશ્વને વિદાય આપનારા એસપી બાલાસુબ્રમણ્યમ પણ શામેલ છે. આ યાદીમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાનના નામ શામેલ છે, જે ગયા વર્ષે પણ ટોપ 10 માં હતા.  

#મોસ્ટ સર્ચ મેઇલ સેલિબ્રિટીઝ 2020

1.સુશાંતસિંહ રાજપૂત.

2.અમિતાભ બચ્ચન.

3.અક્ષય કુમાર.

4.સલમાન ખાન.

5.ઇરફાન ખાન.

6.રીશી કપૂર.

7.એસપી બાલાસુબ્રમણ્યમ.

8.સોનુ સૂદ.

9.અનુરાગ કશ્યપ.

10.અલ્લુ અર્જુન.

#મોસ્ટ સર્ચ ફીમેઇલ સેલિબ્રિટી 2020

1.રિયા ચક્રવર્તી.

2.કંગના રાણાવત.

3.દીપિકા પાદુકોણ.

4.સની લિયોન.

5.પ્રિયંકા ચોપડા.

6.કેટરિના કૈફ.

7.નેહા કક્કર.

8.કનિકા કપૂર.

9.કરીના કપૂર ખાન.

10.સારા અલી ખાન.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version