Site icon

બધી પૈસાની માયાજાળ છે ભાઈ… સુસ્મીતા સેન પાસે જેટલા પૈસા છે તેનાથી 1000 ગણા વધારે પૈસા લલીત મોદી પાસે છે. જાણો કોણ કેટલા પાણીમાં છે

News Continuous Bureau | Mumbai

દેશના મોટા બિઝનેસમેન લલિત મોદી(businessmen Lalit Modi) અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની ડેટિંગના(Sushmita Sen dating) સમાચાર સામે આવતાં જ બંને લવ બર્ડ્સ (love birds)ચર્ચામાં છે. બંનેની ઘણી રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેના પર લોકો લાઈક અને કોમેન્ટ્સ(likes and comments) કરી રહ્યા છે. લલિત મોદીએ તેના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ(twitter) પર સુષ્મિતા સેન સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી અને તેને પોતાનો 'બેટર હાફ'(better half) ગણાવી હતી. આ પછી, આગામી ટ્વિટમાં, તેણે સ્પષ્ટતા કરી કે બંનેએ હજી લગ્ન કર્યા નથી પરંતુ એકબીજાને ડેટ કરી રહ્યા છે. IPLના સ્થાપક લલિત મોદીએ ગુરુવારે (14 July) પોતાના નવા સંબંધ વિશે ખુલાસો કર્યો હતો.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લલિત મોદી કોઈ નાના બિઝનેસમેન નથી, તેમની કુલ સંપત્તિ લગભગ $57 મિલિયન એટલે કે 4,555 કરોડ રૂપિયા(crore rupees) છે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુષ્મિતા સેન દર મહિને 60 લાખ રૂપિયા કમાય છે. તેમની કુલ સંપત્તિ લગભગ 74 કરોડ રૂપિયા છે. 46 વર્ષીય સુષ્મિતા સેન મુંબઈના વર્સોવામાં(Mumbai Versova) એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં રહે છે. સુષ્મિતા સેન પાસે અનેક લક્ઝરી વાહનોનું કલેક્શન (Luxury cars)પણ છે. એક રિપોર્ટ અનુસાર, તેની પાસે BMW 7 સિરીઝ 730LD ( 1.42 crore) કાર છે. આ ઉપરાંત, BMW X6 ( 1 crore) અને Audi Q7 ( 89.90 Lakh) પણ છે. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેનની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ (brand endorsement)છે. તે એક ફિલ્મ માટે ત્રણથી ચાર કરોડ રૂપિયા ચાર્જ કરે છે જ્યારે એન્ડોર્સમેન્ટ માટે લગભગ 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.એવું કહેવાય છે કે સુષ્મિતા સેનનો દુબઈમાં (Dubai jewellery store)જ્વેલરી રિટેલ સ્ટોર પણ છે, જેનું નામ તેણે તેની પુત્રી રેનીના નામ પર રાખ્યું છે. તે તંત્ર એન્ટરટેઈનમેન્ટ નામના પ્રોડક્શન હાઉસ (Tantra production house)અને સેન્સેઝિયોની નામની કંપનીની માલિક પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેન્સેઝિયોની એક હોટેલ અને સ્પા સેન્ટર ખોલવાની યોજના બનાવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : કૌન બનેગા કરોડપતિ ના પહેલા એપિસોડમાં જોવા મળશે આ સુપરસ્ટાર-કરોડપતિ બનવા માટે હોટ સીટ પર બેસી ને આપશે મુશ્કેલ પ્રશ્નોના જવાબ

બીજી તરફ લલિત મોદી દિલ્હીના બિઝનેસ(Delhi business family) ક્લાસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે.મીડિયા રિપોર્ટ અનુસાર લલિત મોદી એન્ટરપ્રાઈઝના(enterprise) પ્રમુખ છે. તેઓ એન્ટરપ્રાઇઝ આરોગ્ય, ફેશન, ફૂડ અને હોસ્પિટલ સહિતના ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે. ભારત(India) ઉપરાંત તેમનો બિઝનેસ મિડલ ઈસ્ટ આફ્રિકા, વેસ્ટ આફ્રિકા, સાઉથ ઈસ્ટ આફ્રિકામાં પણ છે.IPL જેવી વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ લલિત મોદીની ભેટ છે. આ ઉપરાંત લલિત મોદી બીસીસીઆઈ(BCCI) ના પણ અધ્યક્ષ રહી ચુક્યા છે.જોકે, લલિત મોદી મની લોન્ડરિંગ કેસમાં(Money laundering case) ફરાર છે. તે 2010માં દેશ છોડીને ભાગી ગયો હતો.ભારત સરકારે(Indian Government) લલિત મોદીને ભાગેડુ જાહેર કર્યા છે. હાલમાં તે લંડનમાં(London) રહે છે.

Alia Bhatt: ‘લવ એન્ડ વોર’ ના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ માટે માતૃત્વ સૌથી મોટી ચેલેન્જ, દીકરી રાહા માટે લીધો આવો નિર્ણય
Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 15 વર્ષના લીપની ચર્ચા પર અભીરા એ તોડ્યું મૌન, સમૃદ્ધિ શુકલા એ જણાવી હકીકત
Saiyaara OTT Release: સૈયારા ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અહાન અને અનીત ની ફિલ્મ
Ajey – The Untold Story Of A Yogi Trailer: યોગી આદિત્યનાથના જીવનની અનટોલ્ડ સ્ટોરી દર્શાવતું અજય નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ,, ટ્રેલર જોઈને લોકો થયા ભાવુક
Exit mobile version