Site icon

સુષ્મિતા સેન ને આવ્યો હાર્ટ એટેક, અગાઉ આ ગંભીર બીમારી નો સામનો કરી ચુકી છે અભિનેત્રી,દર 8 કલાકે લેવી પડતી હતી દવા

સુષ્મિતા સેન હંમેશા ફાઇટર રહી છે. આવી સ્થિતિમાં હાર્ટ એટેક આવવો એ ચાહકો માટે આંચકાથી ઓછું નથી. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે સુષ્મિતા આટલા મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ હોય. આ પહેલા પણ તેને આવી બીમારી હતી, જેના કારણે અભિનેત્રીને દર 8 કલાકે સ્ટેરોઈડ લેવી પડતી હતી.

sushmita sen heart attack diagnosed with life threatening addison disease

સુષ્મિતા સેન ને આવ્યો હાર્ટ એટેક, અગાઉ આ ગંભીર બીમારી નો સામનો કરી ચુકી છે અભિનેત્રી, દર 8 કલાકે લેવી પડતી હતી દવા

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટથી બધાને ચોંકાવી દીધા છે. સુષ્મિતાએ જણાવ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો હતો, બ્લોકેજ ને કારણે તેણે સર્જરી પણ કરાવી હતી. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે આવી ફિટ અભિનેત્રી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હોય. સુષ્મિતા અગાઉ હોર્મોનલ બીમારીથી પીડાઈ હતી, જેના કારણે તેણે ચાર વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવું પડ્યું હતું.

Join Our WhatsApp Community

 

સુષ્મિતા ને થઇ હતી આ બીમારી 

સુષ્મિતાએ મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને એક બીમારી થઈ હતી જેના કારણે તે ભાંગી પડી  હતી. સુષ્મિતાએ કહ્યું- હું મારી બંગાળી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે અચાનક મને ચક્કર આવ્યા અને બેહોશ થઈ ગઈ. આ પછી મને હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં મને ખબર પડી કે હું એડિસન રોગથી પીડિત છું. આ રોગમાં શરીર હોર્મોન્સ બનાવવાનું બંધ કરી દે છે. આમાં, કિડનીની ઉપરની એડ્રેનલ ગ્રંથીઓ ઓછી માત્રામાં કોર્ટિસોલ અને એલ્ડોસ્ટેરોન નામના હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, જે શરીર માટે જરૂરી છે.સુષ્મિતાએ આગળ કહ્યું કે – મારો વિશ્વાસ કરો, હું ખૂબ જ બીમાર હતી. મને જીવંત રહેવા માટે દર 8 કલાકે સ્ટેરોઇડ્સ લેવા પડતા હતા. આ સામાન્ય સ્ટેરોઇડ્સ નથી જે તમે જિમ કરવા માટે ખાઓ છો. આ દવાથી વજન ઝડપથી વધે છે. મારી આંખો નીચે ડાર્ક સર્કલ આવી ગયા હતા. મારા વાળ ખરતા હતા. મારી આંખો સૂજી ગઈ હતી. હું રોજ ચિડાઈ જતી. કારણ કે મિસ યુનિવર્સ હોવાને કારણે અને આ ઈન્ડસ્ટ્રીમાં હોવાને કારણે મારે ફિટ રહેવાનું હતું. હું એટલી  આઘાતમાં હતી કે હું કહી નથી શકતી.તેને વધુ માં જણાવ્યું કે, સમય સાથે બધું સારું થયું. મારી ગ્રંથીઓ પાછી જાગૃત થઇ ગઈ, અને હવે કોઈ સ્ટેરોઇડ્સ નથી.

 સુષ્મિતા સેન ને આવ્યો હાર્ટ એટેક 

સુષ્મિતા સેને તાજેતરમાં તેના પિતા સુબીર સેન સાથેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટોની સાથે સુષ્મિતાએ જણાવ્યું કે ભૂતકાળમાં તે કેટલા ખરાબ સમયમાંથી પસાર થઈ છે. અભિનેત્રીને હાર્ટ એટેક આવ્યો હતો, તેણીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલ સુષ્મિતાની હાલત ઠીક છે.અભિનેત્રીએ તેની પોસ્ટની શરૂઆત તેના પિતાના શબ્દોથી કરી હતી. સુષ્મિતાએ લખ્યું- તમારા હૃદયને મજબૂત અને ખુશ રાખો, અને તે તમારા ખરાબ સમયમાં હંમેશા તમારી સાથે રહેશે. જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય. આ મહાન પંક્તિ મારા પિતાએ કહી હતી. બે દિવસ પહેલા મને હાર્ટ એટેક આવ્યો હતો. મારી એન્જીયોપ્લાસ્ટી હતી. હૃદય હવે સલામત છે. અને સૌથી અગત્યનું, મારા કાર્ડિયોલોજિસ્ટે પુષ્ટિ કરી છે કે મારું હૃદય ખરેખર વિશાળ છે.અભિનેત્રીએ આગળ લખ્યું – ઘણા લોકો છે જેનો હું આભાર માનવા માંગુ છું. જેના કારણે મને સમયસર સારવાર મળી શકી. તેમની ત્વરિત કાર્યવાહીને લીધે, હું સ્વસ્થ થઈ શકી. તે પણ આગળની પોસ્ટમાં કહીશ. મેં આ પોસ્ટ ફક્ત મારા પ્રિયજનોને અપડેટ આપવા માટે કરી છે. અને સારા સમાચાર શેર કરવા માટે કે હું હવે ઠીક છું. હું મારું જીવન મુક્તપણે જીવવા તૈયાર છું. હું તમને મારા હૃદયથી પ્રેમ કરું છું.

Dhurandhar OTT Controversy: અનકટના નામે છેતરપિંડી? રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના OTT વર્ઝનમાં સેન્સરશિપને લઈને વિવાદ, નેટફ્લિક્સ પર ફેન્સનો રોષ
Daldal Review: કોઈ મસાલો કે શોરબકોર નથી, છતાં હચમચાવી દેશે ભૂમિ પેડનેકરની ‘દલદલ’, વાંચો સંપૂર્ણ રિવ્યુ
Kohrra Season 2 Trailer Out: પંજાબની ધુમ્મસમાં છુપાયેલા છે ખૌફનાક રહસ્યો; મોના સિંહ અને બરુણ સોબતીની જોડી ઉકેલશે મર્ડર મિસ્ટ્રી
Mardaani 3 First Review: રાની મુખર્જીનો દમદાર અંદાજ અને વિજય વર્માનો ખૌફનાક લૂક; જાણો જોવી જોઈએ કે નહીં ‘મર્દાની 3’?
Exit mobile version