Site icon News Continuous Bureau | Mumbai

લગભગ પડવા જેવી ગઈ બોલિવૂડની આ અભિનેત્રી વીડિયો થયો વાયરલ; જુઓ વિડિયો જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 13 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Channel

બુધવાર

 

સુષ્મિતા સેનને બોલિવૂડની પ્રતિષ્ઠિત અભિનેત્રી માનવામાં આવે છે. તેમનું જીવન ખુલ્લા પુસ્તક જેવું છે. તે તેના ચાહકોથી કંઈ છુપાવતી નથી. પર્સનલ થી લઈને પ્રોફેશનલ સુધી, તે શું કરે છે, તેના ચાહકો બધું જાણે છે. અભિનેત્રીના ચહેરા પર આત્મવિશ્વાસ હંમેશા દેખાય છે. તે સમયે પણ તેના ચહેરા પર આત્મવિશ્વાસ હતો જ્યારે તે લગભગ પડવા જઇ રહી હતી.

સુષ્મિતા સેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ એક સ્ટોરની બહાર નીકળી રહી છે અને તે અચાનક ઠોકર ખાઈ ગઈ. સુષ્મિતા સેન એક સ્ટોર પર આવી છે અને ફોટોગ્રાફર તેને પોઝ આપવા માટે કહે છે. જ્યારે તે પોઝ આપવા જાય છે, ત્યારે તે અચાનક ઠોકર ખાઈ જાય છે. આ અંગે સુષ્મિતા સેન કહે છે, ‘અરે બાપ રે! હમણાં પડત’, આ રીતે, તે સ્ટોરની બીજી બાજુ જઈ ને પોઝ આપવાનું શરૂ કરે છે અને ફોટો પડાવવા લાગે છે. આ રીતે, વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેના પર ચાહકોની ટિપ્પણીઓ પણ આવી રહી છે.

 

નટુ કાકા ની જેમ બોલિવૂડના આ સ્ટાર્સના પણ અંતિમ સંસ્કાર મેકઅપ સાથે થયા હતા જાણો તે સ્ટાર્સ વિશે

તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન મોડેલ રોહમન શોલને ડેટ કરી રહી છે જે તેના કરતા લગભગ 15 વર્ષ નાનો છે. તેમજ, રોહમનનું સુષ્મિતાની બંને પુત્રીઓ સાથે સારું બોન્ડિંગ છે. સુષ્મિતા અને રોહમનના ટૂંક સમયમાં લગ્ન થવાના સમાચાર પણ છે, પરંતુ આજ સુધી અભિનેત્રીએ આ મામલે કંઈ કહ્યું નથી.

Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Amitabh Bachchan KBC 18 Hosting બિગ બીની આંખો ભીની થઈ ‘KBC 18’ના સ્પર્ધકોની સંઘર્ષગાથાથી હચમચી ગયા અમિતાભ, બ્લોગમાં ખોલ્યું મનનું દર્દ
Rajpal Yadav Cheque Bounce Case જેલવાસથી બચવા રાજપાલ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ કોર્ટે નોટિસ ફટકારી પરંતુ વચગાળાની રાહત માટે Rs 5 કરોડની શરત મૂકી..
CM Yogi Meets Hanuman Ansh Team સીએમ યોગી આદિત્યનાથને મળી ‘હનુમાન અંશ’ની ટીમ નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ જોઈ મુખ્યમંત્રીએ કર્યા ભરપૂર વખાણ
Exit mobile version