Site icon News Continuous Bureau | Mumbai

સુષ્મિતા સેન ના ફેન્સ માટે સારા સમાચાર- ટૂંક સમયમાં બાયોપિકમાં જોવા મળશે અભિનેત્રી-કંઈક આવું હશે એક્ટ્રેસ નું પાત્ર

News Continuous Bureau | Mumbai

સુષ્મિતા સેનના ફેન્સ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. સુષ્મિતા સેન(Sushmita sen) ટૂંક સમયમાં બાયોપિકમાં(Biopic) જોવા મળશે. વેબ સિરીઝ ‘આર્યા’ અને ‘આર્યા 2’ માં સુષ્મિતાની જોરદાર એક્ટિંગ જોવા મળી હતી. ત્યારથી લોકો સુષ્મિતાના આગામી પ્રોજેક્ટ્સની રાહ જોઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. લાંબી પ્રતીક્ષા પછી, તેણે વેબ સીરિઝ આર્યા સાથે ઓટીટી ડેબ્યૂ (OTT debut)કર્યું. તે જ સમયે, આર્યની બંને સિઝન જબરદસ્ત હિટ રહી છે. આ સિરીઝમાં સુષ્મિતાની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

આર્યા ની સફળતા બાદ હવે સુષ્મિતા ટૂંક સમયમાં બાયોપિકમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બાયોપિકમાં સુષ્મિતાનો એક અલગ અવતાર(different role) જોવા મળશે. તરણ આદર્શના ટ્વિટ અનુસાર, આ ફિલ્મ માટે સોહમ રોકસ્ટાર એન્ટરટેઈનમેન્ટના દીપક મુકુટ અને મિની ફિલ્મ્સની માનસી બગલાએ હાથ મિલાવ્યા છે. ફિલ્મના નિર્માણ માટે સુબી સેમ્યુઅલના પ્રોડક્શન હાઉસના બંગલા નંબર 84ની પસંદગી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં સુષ્મિતા સેન લીડ (lead role)રોલમાં જોવા મળશે. આ સમાચાર બાદ ફિલ્મને લઈને દરેકની ઉત્તેજના વધી ગઈ છે.આ બાયોપિક માટે સુષ્મિતા મુખ્ય ભૂમિકા ભજવશે અને કહેવાય છે કે ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. ફિલ્મનું કાસ્ટિંગ અને અન્ય પાસાઓ પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે અને આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ થશે.

આ સમાચાર પણ વાંચો : બૉલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસ બરાબરની ફસાઈ- 200 કરોડના કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે આપ્યા આદેશ

તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેને હજુ સુધી આ સમાચાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ આશા છે કે તે તેના આગામી પ્રોજેક્ટ્સમાં કંઈક અલગ અને મજબૂત કરતી જોવા મળશે. હાલમાં સુષ્મિતા તેની વર્ક લાઈફની(work life) સાથે સાથે તેની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. લલિત મોદી (Lalit Modi)સાથે તેના સંબંધો બહાર આવ્યા બાદ, સુષ્મિતા તાજેતરમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલ(Rohman shawl) સાથે જોવા મળી હતી. આ અંગે સુષ્મિતા સેન પણ ઘણી વખત ટ્રોલ થઈ છે. સુષ્મિતા સેન પણ જાણે છે કે ટ્રોલર્સને કેવી રીતે જવાબ આપવો.

Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Ramayana Targets Dangal Box Office Record શું ‘રામાયણ’ તોડી શકશે આમિર ખાનની ‘દંગલ’નો ૨,૦૦૦ કરોડનો રેકોર્ડ? જાણો ફિલ્મ સામેના સૌથી મોટા પડકારો
Imran Khan Questions Mumbai Police Report મુંબઈ પોલીસના અહેવાલ સામે ભડક્યા અભિનેતા ઇમરાન ખાન; કહ્યું ‘આરોપો સાબિત કરવા પહેલાં નક્કર પુરાવા બતાવો’
Ramayana Advance Booking Box Office એડવાન્સ બુકિંગમાં ‘રામાયણ’ ફિલ્મનો દબદબો રિલીઝના ૭ દિવસ અગાઉ ભારતમાં વેચાઈ ૩ લાખ ટિકિટો, જાણો કેટલા કરોડની કરી કમાણી
Exit mobile version