Site icon

સ્વરા ભાસ્કરે કર્યા ભાઈ સાથે લગ્ન, ટ્વીટ થયું વાયરલ, જાણો વિગત

ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ બાદ સ્વરા ભાસ્કરનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે મજાકમાં ફહાદને ભાઈ અને મિત્ર કહીને સંબોધ્યો હતો.

swara bhasker old tweet viral in which she called fahad ahmad brother

સ્વરા ભાસ્કરે કર્યા ભાઈ સાથે લગ્ન, ટ્વીટ થયું વાયરલ, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના યુવા નેતા ફહાદ ઝિરાર અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. તેણે પોતાના કોર્ટ મેરેજની અચાનક જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. સ્વરા અને ફહાદના લગ્નની તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી છે. આ દરમિયાન સ્વરા ભાસ્કરનું એક જૂનું ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે ફહાદને ‘ભાઈ’ કહીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

Join Our WhatsApp Community

 

સ્વરા ભાસ્કર નું ટ્વીટ થયું વાયરલ 

સ્વરા ભાસ્કર ના લગ્ન બાદ તેની એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે બહુ જૂની નથી પરંતુ આ મહિનાની 2 ફેબ્રુઆરીની છે. સ્વરાએ ફહાદ અહમદ સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે અને મજાકમાં કેપ્શનમાં લખ્યું છે, ‘હેપ્પી બર્થડે ફહાદ મિયાં. ભાઈનો આત્મવિશ્વાસ અકબંધ રહે. ખુશ રહો અને વ્યસ્ત રહો. તારી ઉંમર થઈ રહી છે, હવે લગ્ન કરી લો. તમારો જન્મદિવસ અને આ વર્ષ અદ્ભુત રહે.જેના જવાબ માં ફહાદે લખ્યું હતું  કે, ‘ધન્યવાદ દોસ્ત, ભાઈ ના કોન્ફીડન્સે જે ઝંડા ગાડ્યા છે તે કાયમ રહેવા જરૂરી છે. અને આ તમે વચન આપ્યું હતું કે હું તમારા લગ્ન માં આવીશ તો ટાઈમ કાઢો અને આવો છોકરી મેં શોધી લીધી છે. ‘

સ્વરાએ પતિ માટે શેર કરી પોસ્ટ 

ફહાદ અહેમદ સાથે લગ્ન બાદ સ્વરા ભાસ્કરે ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ફહાદ સાથે જોવા મળી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘ક્યારેક જે તમે દૂર દૂર સુધી શોધો છો તે તમારી આસપાસ હોય છે. અમે પ્રેમની શોધમાં હતા, પરંતુ અમને પહેલા મિત્રતા મળી અને પછી અમે એકબીજાને શોધી કાઢ્યા. મારા હૃદયમાં ફહાદ ઝિરાર અહેમદનું સ્વાગત છે. અહીં ઘોંઘાટ ઘણો છે, પણ તે તમારો છે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version