Site icon News Continuous Bureau | Mumbai

Swara Bhaskar: સ્વરા ભાસ્કર એ જણાવ્યું તેના એક્સ (ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ થવાનું કારણ

Swara Bhaskar: સ્વરા ભાસ્કર તેની સ્પષ્ટ વક્તા ને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હવે સ્વરા ભાસ્કર નો એક્સ (ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે હવે અભિનેત્રી એ તે પાછળ નું કારણ જણાવ્યું છે.

swara bhasker x account suspended after copyright infringements

swara bhasker x account suspended after copyright infringements

News Continuous Bureau | Mumbai

Swara Bhaskar: સ્વરા ભાસ્કર તેની સ્પષ્ટ વક્તા ને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.હવે સ્વરા ભાસ્કર નો એક્સ (ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જેની માહિતી અભિનેત્રી એ પોતે આપી છે. સ્વરા ભાસ્કરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના એક્સ એકાઉન્ટને સસ્પેન્ડ કરવા અંગે નું વિગતવાર કારણ જણાવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: War 2 update: વોર 2 ના હિન્દી વર્ઝન માં જુનિયર એનટીઆર ને પોતાનો અવાજ આપશે બોલિવૂડ નો આ અભિનેતા, જયારે કે તેલુગુ વર્ઝન માં એનટીઆર નો અવાજ બનશે આ સાઉથ સુપરસ્ટાર

સ્વરા ભાસ્કરે જણાવ્યું કારણ 

સ્વરા ભાસ્કરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની બે પોસ્ટના સ્ક્રીનશોટ શેર કર્યા છે અને લખ્યું, ગણતંત્ર દિવસ પર પોસ્ટ કરવા બદલ ટ્વિટર અથવા X એ મારા એકાઉન્ટને કાયમ માટે સસ્પેન્ડ કરી દીધું છે.આ પોસ્ટના કેપ્શનમાં સ્વરા ભાસ્કરે લખ્યું છે – ‘તમે આ કરી શકતા નથી.પ્રિય X, બે ટ્વીટમાં બે છબીઓને ‘કોપીરાઇટ ઉલ્લંઘન’ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે. મારું X એકાઉન્ટ લૉક થયેલું હોવાથી, હું તેને ઍક્સેસ કરી નથી  શકતી અને તમારી ટીમોએ કાયમી સસ્પેન્શનને મંજૂરી આપી છે. નારંગી પૃષ્ઠભૂમિ અને હિન્દી દેવનાગરી લિપિમાં લખાણ સાથે ગાંધી હમ શરમિંદા હૈ, તેરે કાતિલ ઝિંદગી હૈ એ ભારતમાં પ્રગતિશીલ ચળવળનો એક લોકપ્રિય સૂત્ર છે. કોઈ કોપીરાઈટ ઉલ્લંઘનનો ઈરાદો નથી. તે શહેરી આધુનિક લોક રૂઢિપ્રયોગ જેવું છે.’


સ્વરા એ વધુ માં લખ્યું, ‘ઉલ્લંઘન તરીકે ચિહ્નિત. બીજો ફોટો મારી પોતાની પુત્રીનો છે, જેનો ચહેરો છુપાયેલો છે, તે ભારતીય ધ્વજ લહેરાવી રહી છે જેના પર ‘હેપી રિપબ્લિક ડે ઇન્ડિયા’ લખેલું છે. આ કોપીરાઈટ ઉલ્લંઘન કેવી રીતે હોઈ શકે? મારા બાળક પર કોપીરાઈટ કોની પાસે છે? આ બંને ફરિયાદો રમુજી અને વિચિત્ર છે, જે કોપીરાઈટની કોઈપણ કાનૂની વ્યાખ્યાના કોઈપણ તર્ક અને સમજની બહાર છે.જો આ ટ્વીટ્સ વ્યાપકપણે રિપોર્ટ થાય છે, તો તેનો હેતુ વપરાશકર્તાઓને હેરાન કરવાનો છે.મારો ઉદ્દેશ્ય મારી વાણી સ્વતંત્રતાને દબાવવાનો છે. કૃપા કરીને સમીક્ષા કરો અને તમારો નિર્ણય બદલો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh OTT Release ‘હનુમાન અંશ’ OTT પર ક્યારે થશે રિલીઝ? ₹૧૦૦ કરોડની મેગા ડીલ પર નિર્માતાઓએ કર્યો મોટો ખુલાસો!
Hanuman Ansh Box Office Collection બોક્સ ઓફિસ પર ‘હનુમાન અંશ’નો દબદબો યથાવત ૪૦૦ કરોડની ક્લબથી કેટલી દૂર? વીકડેઝમાં પણ જળવાઈ રહ્યો જબરદસ્ત ક્રેઝ!
Kalki 2898 AD Part 2 Shooting Update પ્રભાસની ‘કલ્કિ 2898 એડી પાર્ટ 2’ પર આવ્યું મોટું અપડેટ આ મહિનાથી શરૂ થશે રેગ્યુલર શૂટિંગ…
The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
Exit mobile version