Site icon

ટી સિરીઝના CEO પર બળાત્કારના આરોપથી ખળભળાટ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

બૉલિવુડના નિર્માતા ભૂષણકુમાર સામે 30 વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજારવાના મામલે કેસ નોંધવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર પીડિતા પર નિર્માતાની કંપનીમાં કામ મેળવવાના બહાને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો સૂચવે છે કે હજી સુધી આ મામલે કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

આ કેસ મુંબઈના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ ૩૭૬, ૪૨૦, ૫૦૬ હેઠળ નોંધવામાં આવ્યો છે. ભૂષણકુમારે ૨૦૧૭થી ઑગસ્ટ ૨૦૨૦ સુધીમાં મહિલા પર અત્યાચાર ગુજાર્યો હોવાના અહેવાલ છે. મહિલાનો આરોપ છે કે તેની ઉપર ત્રણ જુદાં-જુદાં સ્થળોએ બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેને આ વિશે કોઈને વાત નહીં કરવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસ હવે ભૂષણકુમારની પૂછપરછ કરી અને નિવેદન રેકૉર્ડ કરે એવી સંભાવના છે. જોકેભૂષણ હાલ મુંબઈમાં નથી.

મુલુંડમાં દુકાનનું અડધું શટર ખુલ્લું રાખનારા વેપારીના પોલીસે કર્યા આવા હાલ, પોલીસના આ પગલાથી વેપારીઓ લાલઘૂમ, લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે ભૂષણકુમારે 1997માં તેમના પિતા ગુલશનકુમારના નિધન બાદ મ્યુઝિક કંપની ટીસિરીઝનો કબજો લીધો હતો. એ સમયે તે માત્ર 19 વર્ષનો હતો. તેણે તુમ બિન’, ‘ભૂલ ભુલૈયા’, ‘રેડી અને આશિકી 2’ જેવી ફિલ્મ્સ બનાવી છે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version