News Continuous Bureau | Mumbai
ટેલિવિઝન શો ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ દર્શકોનો લોકપ્રિય બની ગયો છે. હોય પણ કેમ નહિ કેમકે તેમાં આવનારા બધા લોકો એવા સોદા લઈને આવે છે, જેને સાંભળીને ક્યારેક શાર્ક ભાવુક થઈ જાય છે તો ક્યારેક હસવા લાગે છે. પરંતુ કહેવું પડશે કે, શોમાં દેખાતા દરેક એન્ટરપ્રિન્યોર એ પોતાનો સંઘર્ષ જોયો છે, મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આ વખતે તારક મહેતા ના જેઠાલાલ આવ્યા છે. જેઠાલાલ ( taarak mehta jethalal ) ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા 2’ના ( shark tank india 2 ) સ્ટેજ પર ગડા ઈલેક્ટ્રોનિક્સ ને પીચ કરવા આવ્યા છે. વાસ્તવ માં, આ એક મીમ ( meme viral ) છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેઠાલાલ ખરેખર શોમાં આવ્યા નથી.
જેઠાલાલે શાર્ક સામે રાખી આ પ્રોડક્ટ
જેઠાલાલ તેમની પ્રોડક્ટ હેપ્પી દિવાળી સુતલી બોમ્બ લઈને આવ્યા છે, જેની પીચ સાંભળીને તમામ શાર્ક હસવાનું રોકી શકવા અસમર્થ છે. આ મીમ એટલો રમુજી છે કે એક સમયે શાર્ક અમન ગુપ્તા જેઠાલાલને તેનો બિઝનેસ વધારવા માટે કહે છે. જેના જવાબમાં જેઠાલાલ કહે છે કે જો હું મારા સ્ટોરની બીજી શાખા ખોલીશ તો પણ મારું પેટ માત્ર બે રોટલીથી જ ભરાશે. તેથી જ હું આમાં ખુશ છું.અનુપમ આના પર કહે છે કે ઉદ્યોગસાહસિકતા ખૂબ મુશ્કેલ છે, તમારે તેના પર કામ કરવું જોઈએ. આનો પણ જેઠાલાલ પાસે જવાબ હતો. તેણે કહ્યું ભાઈ ચૂપ રહે ને તારી બકવાસ બંધ કર. આ ક્લિપ એકદમ ફની છે, જેને લોકો વારંવાર રિવાઇન્ડ કરીને જોઈ રહ્યા છે અને જોરથી હસી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: રાખી સાવંતના મિસકેરેજ પર પતિ આદિલ દુર્રાની એ કર્યો ખુલાસો, લગાવ્યો મોટો આરોપ
ચાહકો ને પસંદ આવી રહી છે જેઠાલાલ ની મીમ
ચાહકોને ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા 2’ અને જેઠાલાલની આ મીમ ખૂબ જ પસંદ છે. તે આ કલાકારના કામથી પ્રભાવિત છે. આ વીડિયો જોઈને એક ચાહકે લખ્યું, “જેઠાલાલને શાર્કની ખુરશીમાં બેસવું જોઈતું હતું. અશ્નીર ગ્રોવર માટે આ શ્રેષ્ઠ રિપ્લેસમેન્ટ છે. તે પોતાની જાત માં જ એક શાર્ક છે.”
