Site icon News Continuous Bureau | Mumbai

આ રોલ માટે ‘જેઠાલાલે’ ઘટાડ્યું હતું 16 કિલો વજન, સોશિયલ મીડિયા પર એક્ટિવ ન રહેવા બાબતે કહી આ વાત

જેઠાલાલનું પાત્ર ભજવતા અભિનેતા દિલીપ જોશીએ જણાવ્યું કે તે સોશિયલ મીડિયા પર કેમ નથી અને કેવી રીતે તેણે એક રોલ માટે દોઢ મહિનામાં 16 કિલો વજન ઘટાડ્યું.

TMKOC jethalal aka dilip joshi reveals why not working on ott

શા માટે OTT પર કામ નથી કરતા તારક મહેતા ના 'જેઠાલાલ'? દિલીપ જોશી એ આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશી આજે મનોરંજન જગતનો એક પ્રખ્યાત ચહેરો છે. આજે TMKOCની ઓળખ દિલીપ જોષી ના કારણે છે એમ કહેવું ખોટું નહીં હોય. દિલીપ જોશીએ ટીવી શોમાં જોડાતા પહેલા વિવિધ બોલિવૂડ અને પ્રાદેશિક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક ડિજિટલ પોર્ટલ સાથેની વાતચીતમાં દિલીપ જોશીએ યાદ કર્યું કે કેવી રીતે તેણે ભૂમિકા ભજવવા માટે દોઢ મહિનામાં 16 કિલો વજન ઘટાડ્યું.

Join Our WhatsApp Channel

 

દિલીપ જોશી એ દોઢ મહિનામાં ઘટાડ્યું હતું 16 કિલો વજન

દિલીપ જોશીએ કહ્યું, “મેં એક વખત ‘હું હુંશી હુંશીલાલ’ નામની ફિલ્મ કરી હતી. તે એક રાજકીય વ્યંગાત્મક મ્યુઝિકલ ફિલ્મ હતી. આ ફિલ્મ માટે મારે વજન ઘટાડવું પડ્યું હતું. હું મરીન ડ્રાઈવમાં સ્વિમિંગ ક્લબનો લાઈફ ટાઈમ મેમ્બર છું. હું ઓફિસથી પાછો ફરતો , અહીં સ્કૂટર પાર્ક કરી, કપડાં બદલી અને 45 મિનિટમાં આખી મરીન ડ્રાઇવ ચલાવીને માપતો. મેં દોઢ મહિનામાં 16 કિલો વજન ઘટાડ્યું છે.”દિલીપ જોશીએ કહ્યું કે જ્યારે સૂર્ય આથમતો હોય અને હળવો ઝરમર વરસાદ પડતો હોય ત્યારે તેમને દોડવાનું પસંદ હતું. 

 

સોશિયલ મીડિયા પર કેમ એક્ટિવ નથી દિલીપ જોશી 

દિલીપ જોશીએ આ ઈન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું કે તેઓ સોશિયલ મીડિયાથી કેમ દૂર રહે છે. તેણે કહ્યું, “તે ખૂબ જ સમય માંગી લે તેવી વાત છે. તે એક સારું પ્લેટફોર્મ છે પરંતુ મને સમય નથી મળતો. લોકો આ પ્લેટફોર્મનો દુરુપયોગ પણ કરે છે. ઘણી વખત મારા શો છોડવાના સમાચાર પણ ફેલાયા છે.”દિલીપ જોશીએ કહ્યું કે આવા સમાચાર તેમની ઉર્જા છીનવી લે છે.

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version