Site icon

‘તારક મહેતા’માં થશે નવા ટપ્પુની એન્ટ્રી, નીતીશ ભલુની ભજવશે જેઠાલાલ ના પુત્ર ની ભૂમિકા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના નિર્માતાઓએ 'ટપ્પુ'ના રોલ માટે નીતિશ ભલુની ને કાસ્ટ કર્યો છે. હવે ટૂંક સમયમાં જ નીતિશ 'ટપ્પુ'ના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતો જોવા મળશે.

taarak mehta ka ooltah chashmah actor nitish bhaluni replaced raj anadkat as tapu in show

'તારક મહેતા'માં થશે નવા ટપ્પુની એન્ટ્રી, નીતીશ ભલુની ભજવશે જેઠાલાલ ના પુત્ર ની ભૂમિકા

News Continuous Bureau | Mumbai

ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી કેટલાક કલાકારો સતત શો છોડી રહ્યા છે. અત્યાર સુધી ઘણા મોટા કલાકારો આ શોને અલવિદા કહી ચૂક્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘ટપ્પુ’ની ભૂમિકા ભજવનાર રાજ અનડકટે જ્યારે શો છોડવાની વાત કરી ત્યારે દર્શકો ચોંકી ગયા હતા. આ પછી, નિર્માતાઓએ દર્શકોને વચન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં શોમાં એક નવો ટપ્પુ લાવશે અને હવે તેઓએ તેમનું વચન પૂરું કર્યું છે. વાસ્તવમાં, હવે દર્શકો ને શોમાં ખૂબ જ મજા આવવાની છે કારણ કે નવા ‘ટપ્પુ’ને કાસ્ટ કરવામાં આવ્યો  છે.

Join Our WhatsApp Community

 

શો ના નિર્માતા એ કર્યો નીતીશ ભલુની ને કાસ્ટ 

શોના નિર્માતાઓએ ‘ટપ્પુ’ના રોલ માટે નીતિશ ભલુની ને કાસ્ટ કર્યો છે. હવે ટૂંક સમયમાં જ નીતિશ ‘ટપ્પુ’ના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતો જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ ટૂંક સમયમાં શોનું શૂટિંગ શરૂ કરશે. નીતિશ આ પહેલા ટીવી સીરિયલ ‘મેરી ડોલી મેરે અંગના’માં જોવા મળી ચુક્યો છે. હવે તે ‘જેઠાલાલ’ના પુત્ર ‘ટપ્પુ’ તરીકે દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. અગાઉ રાજ અનડકટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને જાણ કરી હતી કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી રહ્યો છે. 

 

નીતીશ પહેલા રાજ અને ભવ્ય એ ભજવી હતી ટપ્પુ ની ભૂમિકા 

એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ નીતિશ માટે એક મોટો બ્રેક સાબિત થઈ શકે છે કારણ કે છેલ્લા 14 વર્ષથી આ શો દર્શકોનો ફેવરિટ છે. આ પહેલા રાજ ‘ટપ્પુ’ તરીકે દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યો હતો. તે જ સમયે, ભવ્ય ગાંધીએ રાજ પહેલા ટપ્પુની ભૂમિકા ભજવી હતી.

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version