Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે સારા સમાચાર, વિવાદો વચ્ચે આ રીતે કરી ધમાકેદાર વાપસી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આ દિવસોમાં ભારે વિવાદોમાં ફસાયેલો છે. આ દરમિયાન ફેન્સ અને મેકર્સ માટે એક સારા સમાચાર આવ્યા છે.

taarak mehta ka ooltah chashmah back in trp top 10 list during tmkoc controversy

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે સારા સમાચાર, વિવાદો વચ્ચે આ રીતે કરી ધમાકેદાર વાપસી

News Continuous Bureau | Mumbai

નાના પડદાનો સૌથી પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. આ શો સાથે અનેક વિવાદોનું નામ જોડાયેલું છે. થોડા દિવસો પહેલા શો ની અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ તેના નિર્માતા અસિત મોદી પર જાતીય અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન શોના મેકર્સ અને ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો.

Join Our WhatsApp Community

 

લોકો એ તારક મહેતા બંધ કરવાની કરી હતી માંગ 

છેલ્લા ઘણા દિવસોથી ઘણા લોકો શોના કન્ટેન્ટ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા, જેના પર અસિતે કહ્યું હતું કે શોના મેકર્સ દર્શકોના રિવ્યુને ગંભીરતાથી લઈ રહ્યા છે અને કામ કરી રહ્યા છે. આ પછી શો સાથે જોડાયેલા વિવાદોને કારણે તેની ટીઆરપી રેટિંગ ખૂબ જ નીચા સ્તરે પહોંચી ગઈ હતી. ઘણા લોકોએ ટ્વિટર પર હેશટેગ દ્વારા મેકર્સ પાસે શો બંધ કરવાની માંગ પણ કરી હતી. આ બધા હંગામાને કારણે મેકર્સ ઘણા દબાણમાં હતા પરંતુ હવે તેમના માટે સારા સમાચાર આવ્યા છે અને TMKOCની TRP એકવાર ફરી વધી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો: જેનિફર મિસ્ત્રી એ અસિત મોદી પર લગાવ્યા નવા આરોપ અને આપી બદદુઆ, નટુકાકા અને શૈલેષ લોઢા વિશે કહી આ વાત

તારક મહેતા એ ટીઆરપી લિસ્ટ માં સ્થાન મેળવ્યું 

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, અગાઉ ટીઆરપી લિસ્ટમાંથી બહાર રહેલા આ શો આ લિસ્ટની ટોપ 10 સીરિયલ્સમાં સ્થાન મેળવી ચુક્યું છે. આ અઠવાડિયે શોને 1.9 રેટિંગ મળ્યા છે અને આ સાથે તે ટોપ 10ની યાદીમાં નવમા નંબરે આવી ગયો છે. મેકર્સ માટે આ કોઈ મોટા સમાચારથી ઓછું નથી કારણ કે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેને બંધ કરવામાં આવી શકે છે. ટીઆરપી વધવાનો મતલબ એ છે કે શો પ્રત્યે દર્શકોના પ્રેમમાં કોઈ કમી નથી અને વિવાદો અને હંગામો છતાં લોકો આ શોને પસંદ કરી રહ્યા છે.

Aishwarya and Abhishek: ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા! દીકરી વગરના આ ‘ક્વોલિટી ટાઈમ’ ની તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ
Dhurandhar Box Office: બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’નો દબદબો: 47મા દિવસે પણ નવી ફિલ્મોને આપી રહી છે ટક્કર, રણવીર સિંહની ફિલ્મનું કલેક્શન અધધ આટલા કરોડને પાર.
Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Exit mobile version