Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: દયાબેન સાથે બાઘા નો ફોટો જોઈને લોકો થઈ ગયા આશ્ચર્યચકિત, એકે કહ્યું- શેઠાણી સાથે મસ્તી નહીં

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરનાર દરેક પાત્ર દરેક ઘર ઘર માં લોકપ્રિય છે. હાલમાં જ બાઘા એટલે કે તન્મય વેકરિયાએ એક ફોટો શેર કર્યો છે, જેમાં તે દયાબેન એટલે કે દિશા વાકાણી સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટા પર લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે.

dayaben throback pic with bagha viral

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: દયાબેન સાથે બાઘા નો ફોટો જોઈને લોકો થઈ ગયા આશ્ચર્યચકિત, એકે કહ્યું- શેઠાણી સાથે મસ્તી નહીં

News Continuous Bureau | Mumbai

 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી નો લોકપ્રિય કોમેડી શો છે. જેના દરેક પાત્ર અને વાર્તા ચાહકોને પસંદ આવી રહ્યા છે. આ જ કારણ છે કે આ શો 14 વર્ષથી ચાલી રહ્યો છે અને આજે પણ લોકોનું મનોરંજન કરી રહ્યો છે. દરમિયાન, તારક મહેતા શો ની સુપરહિટ કાસ્ટની એક થ્રોબેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દયાબેન એટલે કે દિશા વાકાણી અને બાઘા એટલે કે તન્મય વેકરિયા જોવા મળે છે. લોકોએ આ થ્રોબેક પિક્ચર પર ફની કોમેન્ટ્સ પણ કરી છે, જેને વાંચીને તમને ચોક્કસથી હસવું આવશે. આવો જાણીએ આ થ્રોબેક તસવીરનું સત્ય…

Join Our WhatsApp Community

બાઘા એ શેર કરી તસવીર 

તારક મહેતા સિરિયલ ની દયાબેન અને બાઘા નો થ્રોબેક ફોટો ખુદ તન્મય વેકરિયા ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ તસવીરમાં દયાબેન એટલે કે દિશા વાકાણી બ્લુ કલરના સૂટમાં જોવા મળી રહી છે. જ્યારે બાઘા એટલે કે તન્મય વેકરિયા તેની સામે તાકી રહ્યો છે. તન્મયે કહ્યું કે ‘દિશા જી સાથે તેની આ તસવીર થિયેટર સમયની છે જ્યારે બંને થિયેટર કરતા હતા.’ તે જ સમયે, તેની ઘણા વર્ષો જૂની આ તસવીર ઇન્ટરનેટ પર પ્રકાશિત થઈ છે.

 

બાઘા ની તસવીર પર લોકોએ કરી આવી કોમેન્ટ

કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યું- બાઘા બેટા, શેઠાણી સાથે મસ્તી નહીં. તે જ સમયે અન્ય વ્યક્તિ એ કહ્યું – જેઠાલાલ ખટિયા ખડ઼ી કરી દેશે. એક યુઝરે લખ્યું- જેઠાલાલ તમારું લોકેશન શોધી રહ્યા છે. તે જ સમયે, અન્ય યુઝરે કહ્યું – લાગે છે કે જેઠા ભાઈ આજે દુકાન પર છે. એક યુઝરે લખ્યું- એટલા માટે શેઠજી તમારો પગાર નથી વધારતા. તે જ સમયે, ઘણા લોકો દયાબેન ને ખૂબ મિસ કરી રહ્યા છે અને તેઓ ઇચ્છે છે કે તે શોમાં પાછા આવે. 

Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!
Shakira India Tour: ભારત પર ચઢશે શકીરાનો ફીવર! મુંબઈ અને દિલ્હીમાં યોજાશે પોપ સ્ટારનો ભવ્ય કોન્સર્ટ; જાણો ટિકિટના ભાવ અને તારીખ
Exit mobile version