Site icon

બેરોજગાર હોવા છતાં ‘જેઠાલાલે’ ઠુકરાવી હતી ‘કોમેડી સર્કસ’ની ઓફર, કારણ જાણીને તમે ચોંકી જશો

ટીવીની સૌથી લોકપ્રિય કોમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ દિવસોમાં સતત ચર્ચામાં છે. એક તરફ શોમાં મિસિસ 'રોશન સોઢી'ના રોલમાં જોવા મળેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે મેકર્સ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ શોમાં 'જેઠાલાલ ચંપકલાલ ગડા'ના રોલમાં જોવા મળતા અભિનેતા દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા.

taarak mehta ka ooltah chashmah dilip joshi rejected comedy circus due to this reason

બેરોજગાર હોવા છતાં 'જેઠાલાલે' ઠુકરાવી હતી 'કોમેડી સર્કસ'ની ઓફર, કારણ જાણીને તમે ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

તારક મહેતા માં જેઠાલાલ નું પાત્ર ભજવી ને લોકપ્રિય થયેલા દિલીપ જોશી તેમના અદભૂત અભિનયથી લાખો દિલો પર રાજ કરે છે. દિલીપે હાલમાં જ એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા દિલીપ જોશીએ ખુલાસો કર્યો કે વર્ષ 2007માં તેમની પાસે કોઈ કામ નહોતું અને કોઈ પ્રોજેક્ટ નહોતો.

Join Our WhatsApp Community

 

 દિલીપ જોશી એ યાદ કર્યા તેમના સંઘર્ષના દિવસો 

આ વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું, “વર્ષ 2007માં એક નાટક જે હું કરતો હતો તે બંધ થઈ ગયું. મારો એક શો પણ બંધ થઈ ગયો. એક સમય એવો હતો જ્યારે કોઈ કામ નહોતું. કામ માટે કોઈ ફોન નહોતો આવતો. મારે મારા બે બાળકો અને પરિવારની સંભાળ રાખવાની હતી. બાળકોની શાળાની ફી ચૂકવવી મારા માટે મુશ્કેલ હતું. મારે પોતાને સ્થાપિત કરવા માટે એક અભિનેતા તરીકે કામ કરવું પડ્યું. હું અભિનય સિવાય બીજું કઈ આવડતું નહોતું”દિલીપ આગળ જણાવે છે કે, “આ સમય દરમિયાન મને કોમેડી સર્કસ તરફથી ઓફર મળી હતી. આ શોમાં જે કોમેડી થતી તે અશ્લીલ હતી, તેઓ મને સારા પૈસા ચૂકવવા તૈયાર હતા પરંતુ હું ક્યારેય એવું કામ કરવા માંગતો ન હતો, જ્યાં મારો પરિવાર સાથે બેસી શકે અને તેને એકસાથે જોઈ શકે. મારા બાળકોએ મારું કામ જોવું જોઈએ. તેમને મારા પર ગર્વ હોવો જોઈએ. તેથી જ મેં કૉમેડી સર્કસને નકારી કાઢ્યું.”

દિલીપ જોશી ને આ રીતે મળી જેઠાલાલ ની ભૂમિકા 

કોમેડી સર્કસને નકાર્યા પછી દોઢ મહિનામાં અભિનેતાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ઓફર કરવામાં આવી હતી. આ પછી તેણે શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધા. દિલીપ પોતાની જોરદાર એક્ટિંગના દમ પર લોકોના દિલ પર રાજ કરે છે. આટલું જ નહીં, અભિનેતા બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.

Shahrukh Khan: શાહરુખ ખાને બતાવી માનવતા, પંજાબ પૂર પીડિતો માટે આગળ આવ્યો અભિનેતા, આટલા પરિવાર ને મળશે મદદ
Aishwarya rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન ની અરજી પર દિલ્હી હાઈકોર્ટ એ આપ્યો આવો ચુકાદો
Jugnuma Premiere: ‘જગનુમા’ના પ્રીમિયર પર જયદીપ, અનુરાગ અને વિજયે મનોજ બાજપેયી સાથે કર્યું એવું વર્તન કે બધા હસી પડ્યા, જુઓ વિડીયો
Kurukshetra: ઓટીટી પર ધમાકો કરશે ‘કુરુક્ષેત્ર’, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે એનિમેટેડ સિરીઝ
Exit mobile version