Site icon News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા ફેમ દિશા વાકાણીનો સાદગીભર્યો અંદાજ વાયરલ: ગ્લેમરની દુનિયાથી દૂર દયા ભાભીનો આવો લુક જોઈ સોશિયલ મીડિયા પર મચી ધૂમ

Taarak Mehta Ka Ooltah Chashmah: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, ઓળખવી પણ મુશ્કેલ બની; 'તારક મહેતા...' ના ચાહકોએ ફરી કરી શોમાં પાછા ફરવાની વિનંતી

Taarak Mehta Ka Ooltah Chashmah: Disha Vakani spotted after years

Taarak Mehta Ka Ooltah Chashmah: Disha Vakani spotted after years

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah:  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં દયા ભાભીના પાત્રથી ઘર-ઘરમાં જાણીતી બનેલી દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે. હાલમાં જ એક ફેને દિશાને સ્પોટ કરી હતી અને તેની સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દિશા વાકાણી અત્યંત સાદગીભર્યા લુકમાં જોવા મળી રહી છે. આટલા વર્ષો બાદ તેને જોઈને ફેન્સ ભાવુક થઈ ગયા છે અને શોમાં તેની વાપસીને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan: હ્રિતિક રોશન અને તેના પુત્રોએ ડાન્સ ફ્લોર પર લગાવી આગ! વીડિયો જોઈ ફેન્સ બોલ્યા- “પરફેક્ટ ફેમિલી ડાન્સ

દિશા નો સાદગીભર્યો અંદાજ 

વાયરલ વીડિયોમાં દિશા વાકાણી એક નાની બાળકી સાથે તસવીર ખેંચાવતી જોવા મળે છે. તેણે ગુલાબી રંગનો ફ્લોરલ સૂટ પહેર્યો છે અને આંખો પર ચશ્મા છે. કોઈ પણ મેકઅપ વગર, વાળમાં તેલ નાખેલું હોય તેવા એકદમ ‘સિમ્પલ-સોબર’ લુકમાં તે જોવા મળી રહી છે. ફોટો પડાવ્યા બાદ તે નમ્રતાથી પ્રણામ પણ કરે છે, જે તેની સાદગી દર્શાવે છે.આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ નું  પૂર આવ્યું છે. ઘણા યૂઝર્સ પૂછી રહ્યા છે કે, “શું આ ખરેખર આપણી દયા ભાભી છે?” તો કોઈએ લખ્યું કે, “તે સાવ બદલાઈ ગઈ છે, ઓળખાતી પણ નથી.” જોકે, મોટાભાગના ફેન્સ તેની નમ્રતાના વખાણ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે તે શોમાં ક્યારે પાછી આવશે.


 દિશા વાકાણીએ ૨૦૧૭માં મેટરનિટી લીવ લીધી હતી અને ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. અસિત મોદીએ ઘણીવાર દયા ભાભીના પાત્ર માટે નવી અભિનેત્રી લાવવાની વાત કરી છે, પરંતુ ફેન્સ આજે પણ દિશા વાકાણીની જ રાહ જોઈ રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં આશા જાગી છે કે કદાચ મેકર્સ તેને મનાવવામાં સફળ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version